જામનગરના જાણીતા કવિ, સાહિત્યકાર અને ઇતિહાસવિદ્ હરકિશન જોષીનું જૈફ વયે નિધન થયું છે. આજે સવારે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. વંડાફળીમાં આવેલા તેમના નિવાસસ્થાનેથી નિકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હરકિશન જોષી વ્યવસાયે એક વકીલ હતા. તે ઉપરાંત તેઓ એક સારા કવિ, સાહિત્યકાર અને ઇતિહાસવિદ પણ હતા. તેમણે લખેલી કવિતા ‘ગલી-ગલી રાધા અને ગલી-ગલી શ્યામ છે, નગર અમારૂં ભારે ગમતીલું ગામ છે’ ખુબજ લોકપ્રિય છે અને પ્રચલિત થઇ હતી. તેમણે નગર નવાનગર જામનગર નામનું પુસ્તક લખ્યું હતું. જેમાં જામનગર શહેરની સ્થાપનાથી લઇને વર્તમાન સુધીના ઇતિહાસથી લોકોને વાકેફ કર્યા હતા. તેમના નિધનથી જામનગરના સાહિત્ય અને કલાક્ષેત્રને મોટી ખોટ પડી છે.