Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન

ગુજરાતના જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન

- Advertisement -

ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલ બારોટનું અવસાન થયું છે. ત્યારે તેમના શ્રોતાઓમાં દુઃખની લાગણી પ્રસરી છે. તેમણે અને સંતવાણી, સ્ટેજ પ્રોગ્રામ આપ્યા હતા. જગમાલ બારોટ નાનપણમાં અભ્યાસ કરતાં હતા, ત્યારથી જ તેમને પારંપરિક ગીતો ગાવાનો શોખ હતો. જગમાલ બારોટ શાળામાં ગરબા, લોકગીતો અને દુહા ગાતા હતા. સૌરાષ્ટ્રના જગવિખ્યાત સંત બજરંગદાસ બાપા બગદાણાના સાનિધ્યમાં પણ તેમણે અનેક ભજન કાર્યક્રમો કર્યા હતા.

- Advertisement -

ભજનિક જગમાલ બારોટ ‘કટારી’ અને ‘હાટડીયે કેમ રહેવાશે ભાઈ’ સહિના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી. જગમાલ બારોટે અનેક સંતવાણી અને સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા. જગમાલ બારોટે કાનદાસ બાપુને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular