મૂળ ખંભાળિયા વિસ્તાર અને હાલમાં ભાણવડ તાલુકામાં મોરજર ગામે વસવાટ કરતી ભરવાડ જ્ઞાતિની 19 વર્ષની યુવતી એકાએક ગૂમ થતાં ચકચાર મચી છે. પરિણામે પોલીસને જાણ કરાતાં પોલીસે ગૂમ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભાણવડ તાલુકાના મોરઝર ગામે ભરવાડ મચ્છાભાઇ મુરૂભાઇ વેસરાનો પરિવાર વસવાટ કરે છે. પશુપાલનનો વ્યવસાય કરી પેટીયુ રળી રહ્યો છે. ત્યારે પરિવારમાં તેની પુત્રી કોઇને કહ્યા વગર એકાએક નિકળી જતાં પરિવારે અનેક ઠેકાણે તપાસ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો આજદીન સુધી મળી શકયો નથી.
જેથી તેના પિતાએ ભાણવડ પોલીસ થાણે આવી જાણ કરી હતી. પોલીસે ુમ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. તપાસ કરનાર પોલીસ ચિરાગસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુમ થનાર યુવતીએ મહેંદી કલરનો ડ્રેસ પહેર્યો છે. તેમજ હાથના પોચા ઉપર સ્ટાર ત્રોફાવેલ છે. ઉપરોકત યુવતીનો કોઇને પત્તો મળે તો ભાણવડ પોલીસ થાણે જાણ કરવા પોલીસ ચિરાગસિંહ જાડેજાએ અપીલ કરી છે.


