Saturday, December 13, 2025
Homeવિડિઓભીની આંખે ટંકારા પોલીસનો આભાર માનતો ખેતમજૂર પરિવાર - VIDEO

ભીની આંખે ટંકારા પોલીસનો આભાર માનતો ખેતમજૂર પરિવાર – VIDEO

સોમવારે સવારે ત્રણ વર્ષ અને દોઢ વર્ષના બે માસુમ બાળકોનું અપહરણ: ડીવાયએસપી સમીર શારડાના નેજા હેઠળ ટંકારા પોલીસ અને એલસીબીએ દિવસ-રાત એક કર્યા : 24 કલાકની જહેમતને સફળતા : બંને બાળકો પરિવારને સોંપ્યા : પોલીસ અધિક્ષકે ટંકારા પોલીસને અભિનંદન પાઠવ્યા

મોરબી જિલ્લાના નેકનામમાં રહેતાં શ્રમિક પરિવારના બે બાળકોનું વાડી વિસ્તારમાંથી અપહરણ થયાની ઘટનામાં ટંકારા પોલીસે દિવસ-રાત એક કરીને ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ માહિતીના આધારે મહિલા આરોપી સાથે બંને બાળકોને શોધી કાઢી પરિવારને પરત સોંપતા પરિવાર દ્વારા પોલીસનો ભીની આંખે આભાર માન્યો હતો અને સરાહનીય કામગીર બદલ પોલીસ અધિક્ષક દ્વારા ટંકારા પોલીસને અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -

બનાવની વિગતુ મજબ, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતા કેશરભાઈ જેઠાભાઈ બારીયા નામના શ્રમિક ખેતમજૂર યુવાનના યુવાનનો પુત્ર હાર્દિક (ઉ.વ.3) અને વૈભવ (ઉ.વ.દોઢ) નામના બંને વાડી ઓરડી પાસે સોમવારે સવારે 10:30 વાગ્યાના અરસામાં રમતા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા બંને બાળકોનું અપહરણ કરી ગયાની જાણ ટંકારા પોલીસમાં કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક સમીર શારડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમ પી પંડયા, પીએસઆઈ કે.એસ.ભોચિયા તથા પીઆઇ એસ.કે. ચારેલ, પીએસઆઈ એન.જે. ધાધલ, પીઆઈ ડી વી ખરાડી તથા હેકો મુકેશભાઈ ચાવડા, પો.કો. હિતેન્દ્રસિંહ મનુભા, અજયભાઇ સગ્રામભાઇ, રમેશભાઈ સોમાભાઈ સહિતના સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી હતી અને બંને બાળકોની તપાસ આરંભી હતી.

- Advertisement -

નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ફરિયાદ નોંધાયા બાદ દિવસરાત એક કરી અપહરણ થયેલા બંને બાળકોને શોધી કાઢવા જુદી જુદી ટીમો બનાવી હતી. ટીમો દ્વારા સીસીટીવી ફુટેજ અને બાતમીઓ અને ટેકનિકલ માહિતી તથા નેકનામ, મિતાણા, વાલાસણ અને વાંકાનેર સહિતના વિસ્તારોમાં ચેકિંગ તથા અવાવરું જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં રાત્રિના ઉજાગરા બાદ પોલીસને આખરે સફળતા મળી હતી અને બંને બાળકોના અપહરણ કરનાર મહિલાને શોધી કાઢી મહિલાની અટકાયત કરી બંને બાળકોને મુકત કરાવી ખેતમજૂર પરિવારને સોંપી આપ્યા હતાં. ટંકારાની સરાહનીય અને કાબેલાદાદ કામગીરીના કારણે શ્રમિક પરિવારે ભીની આંખે પોલીસની સરાહના કરી આભાર વ્યકત કર્યો હતો. તેમજ ગણતરીના કલાકોમાં બંને માસુમ બાળકોને અપહરણ કરનાર મહિલાના સકંજામાંથી મુકત કરાવનાર ટંકારા પોલીસને પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular