દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન ઈબ્રાહીમભાઈ મેર ગામના 42 વર્ષના ભડેલા મુસ્લિમ મહિલાની પુત્રી હનીફા તથા તેમના વહુ સુમિયાબેન તેમના ઘરે કપડાં ધોતા હતા ત્યારે રોડ પર પાણી જવાના કારણે આ જ વિસ્તારમાં રહેતા સાદીક સુલેમાન ચૌહાણ, રસિદા સાદિક ચૌહાણ, હસન રહેમાન મેર અને ઝરીના હશનભાઈ મેર નામના ચાર પરિવારજનોએ એકસંપ કરી, ફરિયાદી મુમતાઝબેનની દીકરી તથા વહુને બિભત્સ ગાળો કાઢી, તેણીના પતિ તથા પુત્ર સોયબ ઉપર છરી તથા પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવવા દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
રસ્તા પર પાણી ઢોળવા બાબતે પરિવારજનો ઉપર છરી વડે હુમલો
મહિલાઓ સહિત ચાર સામે ફરિયાદ