નકલી પોલીસ પકડાઈ તે વાત ઘણી વાર સાંભળી હશે, પણ બિહારમાંથી આ વખતે આખું પોલીસ સ્ટેશન જ નકલી હોવાની ઘટના સામે આવી છે. આ નકલી પોલીસ સ્ટેશન બાંકા વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી એક્ટિવ હતું અને લોકો પાસેથી પૈસા પડાવાતા હતા. આશ્ર્ચર્યની વાત એ છે, જિલ્લા મથકમાં ચાલતા આ નકલી પોલીસ સ્ટેશન વિશે કોઈને જાણ જ નહોતી. આ નકલી પોલીસ સ્ટેશન બાંકા શહેરના એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું.
આ અંગે બાંકા પોલીસ સ્ટેશને જણાવ્યું કે, એક ગુપ્ત માહિતીના આધારે પોલીસ એક ગુનેગારને પકડવા ગઈ હતી. જયારે દરોડો પાડીને પોલીસ સ્ટેશન પરત ફરી રહ્યો હતો, તે જ સમયે બાંકા ગેસ્ટ હાઉસની સામેના પિસ્તોલ પણ મળી આવી હતી. જયારે ધરપકડ કરાયેલા બીજા આરોપીનું નામ આકાશ કુમાર છે. તે પોતાને પોલીસ સ્ટેશનનો ચોકીદાર જણાવતો હતો. ધરપકડ કરાયેલી અનિતા બાંકા જિલ્લાના ફુલ્લીડુમરના દુધાઘાટિયાની રહેવાસી છે. તેણે કહ્યું કે ફુલ્લીડુમરના ભોલા યાદવે ઈન્સ્પેક્ટરની ભરતી કરી તેને બાંકાની આ ઓફિસમાં પોસ્ટ કરી હતી.
પોતાના કામ વિશે અનીતાએ જણાવ્યું કે જયાં પણ સરકારી મકાનો બંધાતા હતા ત્યાં તે તપાસ કરવા જતી. તેમજ અન્ય આરોપી આકાકહ્યું કે, તેણે ભોલા યાદવને 70 હજાર રૂપિયા આપી નકલી પોલીસ સ્ટેશનમાં ચોકીદારની નોકરી મેળવી હતી. એસએચઓના જણાવ્યા અનુસાર આ ઓફિસના તમામ કર્મચારીઓને પોલીસ યુનિફોર્મ અને ગેરકાયદેસર પિસ્તોલ પૂરા પાડવામાં મુખ્ય ગેંગસ્ટર તરીકે ફુલ્લીડુમરના ભોલા યાદવનું નામ સામે આવી રહ્યું છે.
આ બાબતની પુષ્ટિ કરતા એસપી ડો. સત્ય પ્રકાશે જણાવ્યું કે આ નકલી ટોળકી પટના સ્કોર્ટ ટીમ’ના નામે બાંકામાં ઓફિસ ચલાવતી હતી. અહીંથી પોલીસ વર્દીમાં કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ નકલી પોલીસ સ્ટેશનમાંથી કેટલાક દસ્તાવેજો સાથે બિહાર પોલીસનો યુનિફોર્મ, બેચ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. એસપીના જણાવ્યા અનુસાર, આ ગેંગ સાથે સંકળાયેલા લોકો ગ્રામીણ વિસ્તારના લોકોને પોલીસની નોકરીનું વચન આપીને છેતરતા હતા. આ મામલે હાલ વધુમાં તપાસ ચાલી રહી છે. હાલમાં બાંકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરીને એફઆઈઆર નોંધવાની તૈયારી કરી છે.