યુપીમાં ભાજપે જે ઝળહળતી સફળતા મેળવી એને યોગી શાસનની નિષ્ફળતાએ ઝાંખપ તો લગાડી છે. ખાસ કરીને કોરોના કાળમાં યુપીમાં જે બન્યું એનાથી કેન્દ્ર સરકાર ચિંતિત છે કારણ કે આવતા વર્ષ યુપીમાં ચૂંટણી છે અને 2024માં લોક્સભાની ચૂંટણી છે અને યુપીમાં ભાજપની પક્કડ ઢીલી પડે તો એની અસર વર્તાય એટલે જ યુપીના મુદે મોદી અને સંઘ પરિવાર વચ્ચે બેઠક થઈ. આ બેઠકમાં યોગી શાસન વિષે તો ચર્ચા થઇ હશે પણ યોગી આદિત્યનાથ વિષે શું વિચારણા થઇ એ તો ક્યાંથી જાણવા મળે? પણ મોદી અને આરએસએસ બંને ચિંતિત છે એ નક્કી છે.
ભાજપે યુપીમાં લોકસભાની 80 બેઠક મેળવી હતી અને ધારાસભામાં 300 થી વધુ બેઠક અને યોગી આદિત્યનાથની પસંદગીથી ઘણાને, ખુદ ભાજપમાં આશ્ર્ચર્ય સર્જાયું હતું. એ સાંકેતિક પસંદગી હોઇ શકે પણ હવે યોગી સરકારની કામગીરીથી કેન્દ્ર રાજી હોય એવી સ્થિતિ નથી અને છેલ્લે પંચાયતોમાં ભાજપનું ધોવાણ થયું એ પણ ભાજપ માટે ચિંતાનો વિષય છે.
જે બેઠક થઇ એમાં નરેન્દ્ર મોદી, સંઘ પરિવારમાંથી હોસ્બોલે, અમિત શાહ, જે.પી. નડ્ડા, યોગી આદિત્યનાથ હાજર હતા. આ બેઠકમાં યુપીમાં ભાજપના સંગઠનથી માંડી લોકોમાં યોગી શાસનની ઇમેજ સુધીના મુદ્દાઓ ચર્ચાયા હતા અને એક વાત નકકી છે કે, નજીકના દિવસોમાં યોગી સરકારમાં બદલાવ જોવા મળશે અને એવુંય બને કે યોગીને છટ્ટો દોરઅપાયો હતો એમાં કાપ મુકાય કારણ કે સરકારની કામગીરીમાં સુધારો જરૂરી છે અને એ માટે કેટલાક મંત્રીઓને વધુ જવાબદારી મળી શકે છે.
સૌથી મહત્વની વાત એ છે કેભાજપના કેટલાક સાંસદ અને ધાચસભ્યોએ પણ યોગી શાસન સામે સવાલો ઉઠાવ્યા છે. એક ધારાસભ્યે તો એટલે સુધી ક્હેલું કે વધુ બોલીશ તો શક્ય છે કે દેશદ્રોહ કે રાજદ્રોહનો ગુનો મારી સામે નોંધાય, કોરોના સારવાર માટે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનથી માંડી અનેક બાબતે મુશ્કેલીઓ જોવા મળી. મૃત્યુ આંક વધ્યો. યુપીના ભાજપના નેતાઓ કોશલ કિશોર, હરીશ હિવેદી, દીનાનાથ ભાસ્કર અને છેલ્લે ટોપ કેન્દ્રના મંત્રી સંતોષ ગંગવારે પત્રો લખ્પા અને એમાં યોગી શાસનની બેદરકારી વિષે વાત કરી હતી. અરે! ધારાસભ્ય પપ્પુ લોધીએ તો વીડિયો મુકેલો કે એમના પત્નીને બેડ ના મળતા થોડા ક્લાકો જમીન પર રાખવા પડ્યા હતા અને આ મુદે છેક નડ્ડા અને મોદી, શાહને ફરિયાદો થઇ હતી.
અને આ બધી ફરિયાદો બાદ યોગીએ જિલ્લા ક્ક્ષાના પ્રવાસ શરૂ કર્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે પણ યોગી સરકારની આકરી ટીકાઓ કરી હતી. હવે સ્થિતિ સુધરી જરૂર છે. લોકોની ફરિયાદો પણ ઘટી છે પણ યોગી શાસનની નિષ્ફળતાના કારણે યોગીની જ નહિ પણ મોદીને ઈમેજને પણ નુક્સાન થયું છે. મોદી વારાણસીથી ચૂટાયા છે અને એમાંય ગંગા કિનારે જે રીતે શબો તરતા જોવા મળ્યા એ દ્રશ્યો કંપાવી મુકે એવા હતા. ગંગા સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને એને ઠેસ પહોંચે એ ભાજપ માટે સારી નિશાની નથી.
અને સૌથી મહત્વની વાત એ છે કે કોરોનાની ત્રીજી લહેર આવી તો શું? આ માટે યુપી શાસન કેટલું તૈયાર છે. બીજી લહેરની જેમ શાસન ઊંધતું ઝડપાયું તો નુકસાન મોટું થશે. ટૂંકમાં યોગી શાસન માટે ચૂંટણી પહેલાનો સમય આકરો વીતવાનો. એમણે સતત જાગતું રહેવું પડશે નહિ તો એમને તો નુકસાન થશે જ સાથોસાથ ભાજપને માટે ચુંટણી જીવતાનો રસ્તો મુશ્કેલ બની જશે.
યોગીશાસનની નિષ્ફળતા, પ્રધાનમંત્રીને ચિંતા
આવતાં વર્ષે ઉતરપ્રદેશમાં વિધાનસભાની ચુંટણી, સંઘ પણ ચિંતિત