જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં પૂર્વ કેબિનેટમંત્રી ચિમનભાઇ સાપરીયાના પ્રયાસથી માર્કેટિંગ યાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા તથા માર્કેટિંગ યાર્ડના તમામ સદસ્યની ટીમ દ્વારા આગામી દિવસોમાં રૂા. 5 કરોડ 91 લાખના ખર્ચે માર્કેટિંગ યાર્ડમાં વેપારી અને ખેડૂતો માટેની સુવિધા વધારવા વિકાસના કામો હાથ ધરાશે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાના જણાવ્યાનુસાર આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં જુના પ્લેટફોર્મમાં કર્વડ એકશન શેડ તથા કેન્ટીન તેમજ ઓફિસની સામે બે ખુલ્લા પ્લેટફોર્મ છે. ત્યાં પણ કવર્ડ એકશન શેડ ફાર્મર રેસ્ટહાઉસ (જનરલ), ફાર્મર રેસ્ટહાઉસ (વીઆઇપી), ફાર્મર ઇન્ફોર્મેશન સેન્ટર તથા સીસી ટીવી કેમેરા આરઓ પ્લાન વોટર કુલર બે વે-બ્રિજ એલઇડી લાઇટનું ફિટીંગ તથા મેઇન ગેઇટ પાસે બ્લોક પાથરવા સહિતની આધુનિક સુવિધા ઉભી કરાશે.