ધ્રોલ તાલુકાના મજોઠ ગામની સીમમાં જમીનના ભાગ બાબતે બે સગા ભાઇઓ દ્વારા સામસામા હુમલા કર્યાના બનાવમાં પોલીસે બંનેની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
મારામારીના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં રહેતાં અને ખેતી કરતા નરશીભાઈ દોમડિયા નામના પ્રૌઢની સંયુકત જમીન બાબતે તેના સગાભાઈ હસમુખ ભવાન દોમડિયા, કમલેશ ભવાન દોમડિયા નામના બંને શખ્સોએ પ્રૌઢ સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ માથાના ભાથે પથ્થરનો ઘા ઝીંકી પ્રૌઢને ઈજા પહોંચાડી હતી. જ્યારે સામાપક્ષે પણ હસમુખભાઇ ઉપર તેના જ મોટાભાઈ નરશી દોમડિયા એ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી દાતરડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. સગાભાઈઓ દ્વારા કરાયેલા સામસામા હુમલામાં બે ભાઈઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો કે.ડી.કામરિયા તથા સ્ટાફે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.