ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને જામનગર જિલ્લા માર્ગ સલામતિ સમિતિ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ની ઉજવણી થઇ રહી છે. તેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે જે અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી જામનગર દ્વારા આંખના નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત નાગરિકોની નેત્રનિદાન ચકાસણી કરવામાં આવી હતી. આમ નેત્રનિદાન કેમ્પ આરટીઓ કચેરી ખાતે યોજાયો હતો.