પંચમહાલના ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી GFL કંપનીમાં આજે વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ એટલો ભયાવહ હતો કે, તેનો અવાજ કિલોમીટરો દૂર પણ સંભળાયો હતો. પંચમહાલની આ કંપની જીએફએલ ફ્રિઝ અને એસીના ગેસ બનાવતી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં કામદારો દાઝ્યા હોવાની પણ આશંકા છે.
#પંચમહાલ ના ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી GFL કંપનીમાં વિસ્ફોટ થતા અફરાતફરી
અનેક કામદારો દાઝ્યા હોવાની આશંકા#gujarat #Panchmahal #video #Newsupdates pic.twitter.com/5ukaHw1YIS
— Khabar Gujarat (@khabargujarat) December 16, 2021
જ્વલનશિલ કેમિકલ હોવાથી આગ વધુ પ્રસરી છે. અંદર કેટલાક કામદારો ફસાયા છે. આગ બૂઝવવા માટે વડોદરાથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી છે. કંપનીમાં અંદર કેટલા કામદારો ફસાયા છે તે હજુ સુધી સામે આવ્યું નથી.