જામનગર શહેરમાં રહેતી યુવતીને તેની નોકરી દરમિયાન જૂનાગઢના એક સાથી કર્મચારી સાથે પરિચયમાં થયો હતો. યુવક પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી પોતાની પત્નીને છૂટાછેડા આપી દેશે તેવી લાલચ આપી યુવતીનું અનેક વાર શારીરિક શોષણ કરતા યુવતી ગર્ભવતી બની હતી. ત્યારબાદ યુવાન બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી લીધો હતો અને પોતાની પત્નીને છુટાછેડા નહીં આપી પ્રેમિકાને તરછોડી દેતા સમગ્ર મામલો જુનાગઢ પોલીસ મથકે પહોંચ્યો હતો. જામનગરની યુવતીએ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં હાલાર હાઉસ નજીકના વિસ્તારમાં રહેતી એક યુવતી જૂનાગઢમાં નોકરી કરતી હતી અને તેણીના સાથી કર્મચારી અને જૂનાગઢમાં રહેતા ત્રણ સંતાનોના પિતા અને ફોટો શૂટિંગ અને વિડીયો શુટીંગનો વ્યવસાય કરતા વિપુલ મનસુખલાલ ઘીણેજા નામના કર્મચારીના પરિચયમાં આવી હતી. બંને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલ્યા પછી પરિચય કેળવ્યો હતો. જેમાં વિપુલ પોતે પરિણીત હોવાનું જણાવ્યું હતું, અને જામનગરની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લેશે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી દેશે તેવી લાલચ આપી 9 વર્ષ સુધી સંબંધ ચાલુ રાખ્યો હતો અને તે દરમિયાન બંને વચ્ચે અનેક વખત શારીરિક સંબંધો પણ બંધાયા હતા. લાંબા સમય સુધી છૂટાછેડા આપી દેવાનું બહાનું કરીને જુદા જુદા સ્થળોએ લઇ જઇ શારીરિક સંબંધ બાંધવાનું ચાલુ રાખ્યું હોવાથી જામનગરની યુવતી ગર્ભવતી બની ગઈ હતી.
આ અંગેની યુવતી દ્વારા વિપુલને જાણ કરતાં થોડા સમય પછી છૂટાછેડા આપી દઈશ તેમ કઈ બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી દીધો હતો. ત્યાર પછી પણ શરીર સંબંધ બાંધવાનું ચાલુ રાખી પત્ની સાથે છૂટાછેડા લેવાનું વચન આપીને સમય પસાર કરતો હતો. ત્યારબાદ જામનગરની યુવતીએ અન્ય એક યુવાન સાથે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું ત્યારે પણ વિપુલ ફરીથી તેની પાસે આવ્યો હતો અને હું મારી પત્નીને છૂટાછેડા આપીને તને સ્વીકારી લઉં છું તેમ કહી અન્ય યુવક સાથે લગ્ન પણ કરવા દીધા ન હતા. દરમિયાન પોતાની પુત્રી મોટી થઇ ગઇ હોવાથી હવે પત્ની છૂટાછેડા આપવાનીં ના પાડે છે તેમ કહી સંબંધો તોડી નાખવાનું અને પોતાને ભૂલી જવાનું કહ્યું હતું. જેથી યુવતીએ જુનાગઢ પોલીસ મથકમાં વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી અંગેની અરજી કરી છે.