રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૨.૨૦૨૧ ના રોજ…..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૧૫૪.૧૩ સામે ૫૨૪૦૦.૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૮૬૩.૬૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૩.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯.૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૧૦૪.૧૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૩૩૦.૨૫ સામે ૧૫૩૭૩.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૨૪૬.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૩.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૩૩૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં સતત જોવા મળેલી ઐતિહાસિક બાદ આજે જાણે કે તેજીનો વિક્રમી દોર પૂરો થવાની તૈયારી હોય એમ આજે ફંડોએ બે તરફી અફડાતફડી બોલાવી શેરોમાં ઊંચા મથાળે વેચવાલી કરી હતી. ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ સાથે આજે ફરી બીએસઇ સેન્સેક્સે ૫૨,૫૧૬ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫,૪૩૦ પોઈન્ટની ઐતિહાસિક નવી ટોચ બનાવી હતી, પરંતુ ઊચા મથાળેથી તેજી ગુમાવતા સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર નીચા મથાળે બંધ રહ્યું હતું. વૈશ્વિક સ્તર પર સાવચેતી સાથે સ્થાનિક સ્તરે એફઆઈઆઈની વેચવાલી શરૂ થઈ જતા સ્થાનિક રોકાણકારોમાં પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી.
વૈશ્વિક મોરચે મિડલ ઈસ્ટમાં ઈરાન અન સાઉદી અરેબિયા વચ્ચે ફરી તનાવની સ્થિતિએ ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થતાં બ્રેન્ટ ક્રુડ ૧૩ મહિનાની ઊંચાઈએ પહોંચી જતાં અને સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડિઝલના ભાવોમાં સતત થઈ રહેલા વધારાએ નવા ઊંચા ભાવો આવી રહ્યા હોઈ ફુગાવા માટે આ નેગેટીવ પરિબળ સાથે આગામી દિવસોમાં બજારના સેન્ટીમેન્ટને વધુ મજબૂતી પૂરી પાડનારા નવા કોઈ પરિબળો – ઈવેન્ટ્સ હાલ તુરત નહીં હોઈ ફંડોએ શેરોમાં ઉછાળે ઓફલોડિંગ ચાલુ કર્યું હતું.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, આઇટી, ઓટો, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૮ અને વધનારની સંખ્યા ૧૩૪૮ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કેન્દ્રિય બજેટ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ યથાવત રાખીને જીડીપી વૃદ્વિનો અંદાજ ૧૦.૫% મૂકીને ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી હતી. અલબત જેમ જેમ તેજી નવા વિક્રમો સર્જતી જાય છે અને શેરોના અસાધારણ ઊંચા ભાવો જોવાતાં જાય છે એમ અત્યારે વેલ્યુએશનમાં બદલાવ લાવીને શેરોમાં આકર્ષણ જાળવી રાખવાની થઈ રહેલા પ્રયાસો આશ્ચર્ય સર્જી રહ્યા છે. કોરોના સંક્રમણમાંથી બહાર આવવાના પ્રયાસોમાં મળી રહેલી સફળતાં સાથે વૈશ્વિક અર્થતંત્રને ફરી પટરી પર લાવવાના વિવિધ દેશોના પ્રયાસો પણ સાર્થક નીવડવા લાગ્યા હોવાના થોડા દિવસો પૂર્વેના અહેવાલ બાદ ફરી કોરોના વાઈરસ નવા સ્વરૂપે વિશ્વમાં ફેલાઈ રહ્યાના આંકડાએ વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે.
કોરોના મહામારીમાં ભારતીય શેરબજારમાં ભારે કડાકા બાદ માત્ર એક વર્ષમાં અભૂતપૂર્વ ઐતિહાસિક તેજી કરીને બજારને વ્યાપક સ્તરે ઊંચાઈએ પહોંચી જતાં મારા મતે દરેક ઉછાળે શેરોમાં નફો બુક કરવો હિતાવહ રહેશે. કોર્પોરેટ પરિણામોની સીઝન એકંદર સાધારણ પરિણામોની નીવડી રહી હોઈ આગામી દિવસોમાં નેસ્લે ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામ ૧૮, ફેબ્રુઆરીના અંબુજા સિમેન્ટના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે હવે અમેરિકાના જાન્યુઆરી મહિના માટેની રીટેલ વેચાણના ૧૭, ફેબ્રુઆરીના જાહેર થનારા આંક પર નજર રહેશે. આ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૧૭.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૬.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૩૩૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૩૭૩ પોઈન્ટ થી ૧૫૪૦૪ પોઈન્ટ ૧૫૪૧૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૬.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૭૨૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૪૭૪ પોઈન્ટ થી ૩૭૬૦૬ પોઈન્ટ, ૩૭૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૯૮ ) :- સ્પેશિયાલ્ટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૩૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૬૬૧ ) :- રૂ.૬૪૪ નો પ્રથમ તેમજ રૂ.૬૩૦ ના બીજા સપોર્ટથી બેન્ક રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૭૩ થી રૂ.૬૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ટાટા કેમિકલ ( ૫૮૮ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૯૭ થી રૂ.૬૦૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- બાયોકોન લિમિટેડ ( ૪૧૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૦૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૩૦ થી રૂ.૪૩૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૨૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડકટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૨ થી રૂ.૧૧૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રામકો સિમેન્ટ ( ૯૯૦ ) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૭૭ થી રૂ.૯૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- અદાણી પોર્ટ ( ૬૪૦ ) : મરીન પોર્ટ & સર્વિસીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૬૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૨૬ થી રૂ.૬૧૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ડાબર ઈન્ડિયા ( ૫૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૫ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૧૩ થી રૂ.૫૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વિપ્રો લિમિટેડ ( ૪૩૭ ) :-૪૫૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૨૪ થી રૂ.૪૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૬૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )