Wednesday, December 25, 2024
Homeબિઝનેસસપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૮.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૪૯૨.૮૪ સામે ૫૪૪૯૨.૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૨૧૦.૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૩.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૫.૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૨૭૭.૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૩૦૦.૬૫ સામે ૧૬૨૮૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૨૩૩.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૨૬૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વિશ્વમાં કોરોના સંક્રમણ ડેલ્ટા અને કપ્પા સહિતના નવા સ્વરૂપે ફેલાઈ રહ્યાના અને યુ.કે., ઓસ્ટ્રેલિયામાં કેસો વધવા લાગતાં સ્થાનિક સ્તરે પણ એકાએક કોરોના સંક્રમણની ત્રીજી લહેરના સંકેત આપતાં પોઝિટીવ કેસોમાં વધારો થવા લગતા સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી. વૈશ્વિક મોરચે ફુગાવો-મોંઘવારીમાં વધારો થવાના સંકેત અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધીને આવતા નેગેટીવ અસર ભારતીય શેરબજાર પર  જોવાઈ હતી. ભારતીય શેરબજારમાં આજે એનર્જી અનેરિયલ્ટી શેરોમાં ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થવા સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં નફારૂપી વેચવાલી રહેતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

ભારતમાં ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ છતાં પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ સાથે આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પરિણામે આર્થિક વિકાસ પણ મંદ પડવાની શક્યતાએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, યુટિલિટીઝ, પાવર, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેક, આઈટી, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ, મેટલ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, ફાઈનાન્સ, સીડીજીએસ, બેન્કેક્સ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૯૧ અને વધનારની સંખ્યા ૧૮૨૧ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાની સાથે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં વિક્રમી ભાવો અને અમેરિકી ડોલર સામે નબળો પડતો જતો ભારતીય રૂપિયો ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટને આગામી દિવસોમાં ખરાબ કરી શકે છે.

ફુગાવા-મોંઘવારીના વધતાં જોખમી પરિબળ સામે ચોમાસાની પ્રગતિ એકંદર સારી રહી હોવા છતાં ફંડોએ સપ્તાહ અંતે સાવચેતીમાં વિક્રમી ઊંચા મથાળે તેજીનો વેપાર હળવો કર્યો છે. તેજીના લાંબા સમયથી જોવાઈ રહેલા અતિરેકમાં સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે કરેકશન જોવા મળી શકે છે, જેથી સાવચેતી જરૂરી બની રહેશે.

તા.૦૯.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૬.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૨૬૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૬૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૨૦૨ પોઈન્ટ થી ૧૬૧૭૩ પોઈન્ટ ૧૬૧૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૬.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૦૦૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૬૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૮૦૮ પોઈન્ટ થી ૩૫૬૭૬ પોઈન્ટ, ૩૫૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૨૩૪ ) :- સ્પેશિયાલીટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૦૨ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૬૩ થી રૂ.૨૨૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૬૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૧૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૭૩ થી રૂ.૧૬૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૫૪૭ ) :- રૂ.૧૫૧૫ નો પ્રથમ તેમજ રૂ.૧૪૯૦ ના બીજા સપોર્ટથી ટ્રેડીંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૭૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારત ફોર્જ ( ૭૮૩ ) :- ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૩ થી રૂ.૮૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દ પેટ્રો ( ૨૬૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૫૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાઇનરીઓ/ પેટ્રો-પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૭૨ થી રૂ.૨૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૪૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૨૩૪ ) :- રૂ.૧૨૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૧૮ થી રૂ.૧૨૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • રામકો સિમેન્ટ ( ૧૦૫૦ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારતી એરટેલ ( ૬૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૨૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૮૮ થી રૂ.૫૭૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૫૪૨ ) :- ૫૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૭૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૨૭ થી રૂ.૫૧૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular