Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત દેશભરમાં શ્રમિકોનું પલાયન ફરી શરૂ !

જામનગર સહિત દેશભરમાં શ્રમિકોનું પલાયન ફરી શરૂ !

જામનગરના ઉદ્યોગનગરોમાંથી પરપ્રાંતિય શ્રમિકોની ખાનગી બસો ભરાઇ રહી છે

- Advertisement -

ગત્ વર્ષે માર્ચથી મે દરમ્યાન જામનગર સહિત દેશભરમાં કોરોના અને લોકડાઉનના કારણે ગુજરાત સહિતના રાજયોમાંથી અન્ય રાજયોના શ્રમિકોનું પલાયન જે રીતે શરૂ થયું હતું તેના કરતાં ઓછા પ્રમાણમાં પણ, આ વર્ષે ફરીથી પરપ્રાંતિય શ્રમિકોનું જામનગર સહિતના શહેરો અને ગુજરાત સહિતના રાજયોમાંથી પલાયન શરૂ થયું છે. જો કે, હજૂ સુધી આ પલાયન પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની સરકારી દખલ શરૂ થવા પામી નથી.

- Advertisement -

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને તેલંગાણા સહિતના રાજયોમાંથી શ્રમિકો ઉતરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિસા અને પશ્ચિમ બંગાળ તરફ રવાના થઇ રહ્યા છે. વિવિધ રાજયોમાં ટ્રેનોમાં આ પલાયનના કારણે ચિકકાર ગિરદી જોવા મળે છે. આ ઉપરાંત હજારો ખાનગી બસો પરપ્રાંતિય શ્રમિકોની હેરાફેરી કરે છે. ગુજરાતના જામનગર સહિતના વિવિધ શહેરોમાં પરપ્રાંતિય શ્રમિકોનું પલાયન શરૂ થઇ ચૂકયું છે.

ગત્ વર્ષે લોકડાઉન જાહેર થયું ત્યારે જામનગર સહિતના શહેરો અને રાજયોમાંથી શ્રમિકોએ પગપાળા પલાયન શરૂ કર્યું હતું અને દિવસો પછી પોતાના વતન પહોંચ્યા હતાં. પલાયન દરમ્યાન સેંકડો શ્રમિકોના હાઇ-વે પર અકસ્માતોમાં મોત પણ નિપજયા હતાં અને દેશભરમાં શ્રમિકોના પલાયનનો મુદ્દો ચર્ચા માં આવ્યો હતો.

- Advertisement -

જામનગરની વાત કરીએ તો ગઇકાલે શુક્રવારે દરેડ-કનસુમરા ખાતેના ઉદ્યોગ નગર ફેસ-2 અને ફેસ-3ના સેંકડો પરપ્રાંતિય શ્રમિકો ખાનગીબસો મારફત અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફેસ-3 ખાતે આવેલાં શિવમ દરવાજા નજીકથી અંદાજે 06 થી 07 જેટલી ખાનગી બસોમાં પરપ્રાંતિય શ્રમિકોને જામનગરથી લઇ જવામાં આવ્યાં હતાં. જો કે, આ આખી પ્રક્રિયામાં કયાંય કોઇ પણ પ્રકારની દખલગીરી, વ્યવસ્થા, ચેકીંગ કે પ્રતિબંધ જેવી કોઇ પ્રક્રિયા થઇ હોવાનું ધ્યાનમાં નથી. શ્રમિકો પોતાની રીતે પોતાના વતન તરફ ખાનગી બસોના માધ્યમથી કોઇ રોકટોક વિના જઇ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular