ગુુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે તમામ વિધવા-નિરાધાર બહેનોના કુટુંબોને તથા દિવ્યાંગના કુટુંબોને અંત્યોદય અન્નયોજનાનો લાભ આપવાને બદલે અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવતાં તેની સામે વિરોધ ઊઠયો છે.
અંત્યોદય અન્ન યોજનામાં કાર્ડધારક કુટુંબને મહિને 35 કિલો ઘઉં-ચોખા, એક કિલો ખાંડ અને એક કિલો મીઠું રાહતદરે આપવાની જોગવાઇ છે. જયારે અગ્રતા અધરાવતા કાર્ડધારક કુટુંબને મહિને માત્ર 20કિલો ઘઉં-ચોખા જ રાહતદરે આપવામાં આવે છે.અન્ન સુરક્ષા અધિકાર અભિયાન સાથે જોડાયેલા કર્મશીલ પંડિત જોગે જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટે 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા નાગરિકો-એકલી રહેતી નિરાધાર-વિધવા બહેનો-અશકત વૃદ્ધો-આદિમ જૂથો વગેરેને અતિ ગરિબ પરિવારની વ્યાખ્યામાં ગણવાનો 2010માં હુકમ કર્યો હતો, જેને કારણે અંત્યોદય અન્ન યોજના અસ્તિત્વમાં આવી હતી. હવે આ જૂથો ને સરકાર અંત્યોદય અન્ન યોજનાનો લાભ આપતી નથી તે ગેરવાજબી છે. રાજયના નાગરિક પુરવઠા વિભાગના સૂત્રો કહે છે કે, કેટલીક નિરાધાર-વિધવા બહેનો તથા વિકલાંગોના પરિવારોને અંત્યોદય અન્ન યોજનાનો લાભ અપાય છે, પરંતુ તંત્ર પાસે આંકડા ઉપલબ્ધ નથી.
અંત્યોદય યોજનામાં અગ્રતાવાળા જૂથોની બાદબાકી
વિધવા-વિકલાંગોને આ યોજનાનો લાભ મળતો નથી