વિદેશથી જામનગર આવેલા યુવાન રીક્ષામાં ઘરે જતી વખતે પોતાનો મોબાઇલ ફોન રીક્ષામાં ભૂલી જતાં સિટી બી ડીવીઝન કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા યુવાનને મોબાઇલ પરત અપાવી ઉમદા કાર્ય કર્યુ હતું.
વિદેશથી જામનગર આવેલા રાજ પૂંજાણી ઓટો રીક્ષા મારફતે તેના ઘરે જઈ રહયા હતાં આ દરમિયાન કિંમતી મોબાઇલ ફોન રીક્ષામાં ભૂલી જતાં આ અંગે સિટી બી કમાન્ડ કંટ્રોલ રૂમને જાણ કરતા જામનગર પોલીસ કંટ્રોલ રૂમના રાધે શ્યામ અગ્રાવત તથા પરેશભાઈ ખાણધર સહિતના અધિકારીઓ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી રીક્ષાચાલકને ગણતરીની કલાકમાં શોધી ફરિયાદી યુવાનને તેનો મોબાઇલ ફોન પરત સોંપ્યો હતો.