ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજરોજ હેડ ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી.
જામનગર સહીત રાજ્યના 7 જીલ્લાના 700 થી વધુ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પેપર લીક થયા બાદ આજરોજ આ પરીક્ષા ફરીથી યોજાઈ રહી છે. જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વરચે પરીક્ષા યોજાઈ હતી. જામનગરમાં 25 જેટલા કેન્દ્રો ઉપર 200થી વધુ બ્લોકમાં 7000થી વધુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઈ હતી.