(બિહામણી પદ્ધતિ વિરુદ્ધ, સોહામણો ફેરફાર કરવાની અપીલ કરતુ, આજના વિદ્યાર્થીઓનું ચરિત્ર.)
ગુણ અને ગ્રેડના ભારણને સુરક્ષિત કરવાની અનેક વેદના છે,
હળવાશ અને નવરાશને પણ સુરક્ષિત કરવાની એમની થોડી સંવેદના છે.
શિક્ષણ… આ શબ્દ, જયારે ઉપયોગમાં લઈએ ત્યારે સામાન્ય રીતે, ગુણ, ગ્રેડ, સફળતા તથા નિષ્ફળતા. આ તમામ શબ્દો થકી શિક્ષણને આવરવામાં આવતું હોય છે. જ્યાં શિક્ષણ છે, ત્યાં વિદ્યાર્થી છે અને જ્યાં વિદ્યાર્થી છે ત્યાં શિક્ષણ પણ છે. અલગ અભ્યાસક્રમ અને સમયાંતરે બદલતી પદ્ધતિ અને પ્રણાલી, જે વિદ્યાર્થીને એમનું મગજ અભ્યાસક્રમમાં તથા અભ્યાસમાં ગોઠવવામાં ઘણી તકલીફ પડતી હોય છે. ગુણ અને ગ્રેડ તથા પરિવારની અત્યંત ઉચ્ચ અપેક્ષા, વિદ્યાર્થીની માનસિકતા, અત્યંત ભારપૂર્વક અને નબળી કરે છે, તેમજ બાળકને, તેમની હળવાશ અને નવરાશને પણ યોગ્ય માણવામાં, તકલીફ આપે છે. સમગ્ર વર્ષ દરમ્યાન, જે અભ્યાસક્રમ, નિર્ધારિત કરવામાં આવ્યો હોય અને વર્ષ બાદ એ અભ્યાસક્રમની વચ્ચેનું લેખિત પરીક્ષા દ્વારા એનાયત કરવામાં આવે છે અને આમ સમગ્ર શિક્ષણ યાત્રા દરમ્યાન આ પદ્ધતિ ચાલુ છે.
પરીક્ષા…આ શબ્દ જયારે વિધાર્થી સંભાળે, ત્યારે તેમની સંવેદના શું હોય છે? આપણે ફક્ત આપણા મનની વાત અને અપેક્ષા સમગ્ર વિધાર્થી સમક્ષ કહેતા હોઈએ છીએ પરંતુ ક્યારેય આપણે એ સમયે વિદ્યાર્થીની લાગણી સમજવાની કોશિષ કરીએ છીએ? પરીક્ષા… માત્ર આ શબ્દ થકી, વિદ્યાર્થીના મનમાં ભારણ વધતું હોય છે, તો વળી, ગુણ અને ગ્રેડ થકી પરિણામ નીચું અને નબળું આવશે, એમની ચિંતા, તો વળી કૌટુંબિક અપેક્ષાનું ઝેર, વગેરે જેવા પરિબળ આજના વિદ્યાર્થીને પરીક્ષા પહેલા જ, થોડા માનસિક દબાણમાં લઇ જતા હોય છે અને રહી ગયેલ દબાણ, શારીરિક ભાષા થકી પૂર્ણ થતું હોય છે. વળી, પરીક્ષા પહેલા તેમની હળવાશ અને નવરાશ પર પ્રતિબંધ મૂકવાથી અને સતત વાંચન અને શિક્ષણનો ભાર આપવથી બાળક, તેમના પરનો કાબૂ અને આત્મવિશ્વાસ ખોઈ ચુકે છે અને જયારે આત્મવિશ્વાસ ખોઈ ચુકે છે ત્યારે તેમની સીધી અસર પરીક્ષા પર પડે છે અને જયારે પૂરતું દબાણ અને આત્મવિશ્વાસના, અભાવનો સમન્વય થાય છે, ત્યારે પરિણામમાં અસર તથા અન્ય શબ્દમાં ઊણપ જણાઈ છે અને વિદ્યાર્થી ભવિષ્ય માટે માનસિક હારી જતું હોય છે.
આપણે પરીક્ષાના સમયે, બાળકની સંવેદના પૂછીએ, આપણે તેમનો આત્મવિશ્વાસ વધારીએ. બાળકની પોતાની હળવાશ અને નવરાશ આપવાથી મોકળાશ આપીએ તથા આપણી અપેક્ષા મુક્ત કરીએ. આ કરવાથી આપણા બાળકને, કે જે વિધાર્થી છે, તેમનું દબાણ ઘણું ઓછુ થશે અને પરીક્ષામાં સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. અન્ય વિધાર્થી તથા આપણું બાળક, જે પણ ગુણ ધરાવે તથા ગ્રેડ ધરાવે પણ ‘તું તારું સર્વશ્રેષ્ઠ આપજે, ગુણ તથા ગ્રેડની ચિંતા ન કરીશ’ ફક્ત આટલું કહીએ, તો ચોક્કસ આપણા બાળકને, આપણા વિદ્યાર્થીને જ તેમના અસ્તિત્વ પર ગૌરવ થશે અને પરીક્ષા પ્રત્યેનું વાતાવરણ પણ એમનું હળવું થશે અને જયારે હળવું થશે, ત્યારે આત્મવિશ્વાસ વધશે અને જયારે એ અપેક્ષાથી મુક્ત અને ફક્ત એમના જ સિદ્ધાંતો અને નિયમોથી બંધાયેલો રહેશે, ત્યારે પરિણામ પર શ્રેષ્ઠ કરવાના પ્રયત્નો કરશે અને આ રીતે આપણે પરીક્ષાના વાતાવરણને હળવું રાખી શકીએ.
ગુણ, ગ્રેડ અને અપેક્ષા એમની પર વધારવાથી, આપણે સાથે સાથે એમની વેદના પણ વધારીએ છીએ, જયારે આપણે એમની વેદના વધારીએ છીએ, ત્યારે પરીક્ષા તો ઠીક પણ એમના અસ્તિત્વ પર ભાર વધે છે અને વિદ્યાર્થી ‘ડીપ્રેશનમાં’ આવી જતો હોય છે. પરીક્ષા એ માત્ર એમના અભ્યાસક્રમની કસોટી છે અને એમાં કદાચ વિદ્યાર્થી તરીકે ક્યારેક કોઈ ઉણું ઉતરે, તો એ ગુનોહ નહી પણ એ શિક્ષણ જગતનો ભાગ છે. પરીક્ષા આપવાના તથા હરીફાઈ કરવાના, ઘણા મોકા મળશે પણ આપણું બાળક તથા એ બાળક વિદ્યાર્થી તરીકે, ફરી આપણને નહી મળે. ગુણ, ગ્રેડ અને પરીક્ષા થકી જ એમના અસ્તિત્વની આલોચાનના ન કરીએ. હા, ગુણ, ગ્રેડ અને યોગ્ય શિક્ષણ, કેળવણી માટે ખૂબ આવશ્યક છે પણ માત્ર પરીક્ષા થકી જ જૂજતું હોય, તો એ થોડી ખેદ છે. એમની સંવેદના ન સમજીએ પણ એમની વેદના ન વધારીએ.
પરીક્ષા, એ દર વર્ષે આવનારો, શિક્ષણનો સાંસ્કૃતિક તહેવાર છે. પરીક્ષા એ ફક્ત અભ્યાસક્રમની માપણી છે. ગુણ, ગ્રેડ, સફળતા અને નિષ્ફળતા, એ એમના પાસા છે. જીવન પણ કદીએક જ પ્રવાહમાં નથી ચાલતું, ત્યારે વિદ્યાર્થીને આપણે, ગુણ અને ગ્રેડ જેવા સામાન્ય લક્ષણો થકી, એમની અપેક્ષા વધારીએ. એમની વેદના વધારીએ, જે થોડું ગેરવ્યાજબી છે. એમના અસ્તિત્વને તથા વ્યક્તિત્વને, ફક્ત શિક્ષણના કારણે આપણે ખોઇએ, એ કેટલા અંશે વ્યાજબી છે? વિદ્યાર્થી એ નથી, હંમેશા આપણી અપેક્ષાને પરિપૂર્ણ કરે પણ વિદ્યાર્થી એ છે કે પોતાની આવડત થકી, કંઈ નવી રચના કરે અને એ રચનાની હરીફાઈ ફક્ત પોતાના સાથે કરે, એ શિક્ષણની ખરી પૂંજી છે. વિદ્યાર્થી જાણે- અજાણે વેદનાની અસ્થિ ઉપાડનાર બની જાય, એટલા કપરા સંજોગોનું નિર્વાણ નહી પણ પોતાની સંવેદનાને મુક્ત રીતે માણતો થઇ જાય, તેટલા સરળ સંજોગોનું નિર્વાણ કરીએ.
વિદ્યાર્થીની રચના, ઘણી નવી અને આલીશાન છે,
પણ, એમને છૂટ આપવાની હિંમત કોણ કરે છે?
વિદ્યાર્થીની વેદનાની, સાથે સંવેદના પણ છે,
પણ, એમને સમજવાની કોશિષ કોણ કરે છે?
પરીક્ષા પણ એક શિક્ષણનો વાર્તાલાપ છે,
પણ, વિદ્યાર્થી સાથે એમનો સત્સંગ કરવાની પહેલ કરે કોણ છે?



