નવા સોશિયલ મીડિયા નિયમો અંગે ગૂગલ, ફેસબુક અને વોટ્સએપ અને ટ્વિટર સહિતની સોશિયલ મિડિયા કંપનીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલ તણાવનો ઉકેલ આવી રહ્યો છે. ગૂગલ, ફેસબુક અને વોટ્સએપે સોશિયલ મીડિયાના નવા નિયમો સ્વીકાર્યા છે.
ટ્વીટર સિવાય સિવાય અન્ય મોટી સોશિયલ મીડિયા કંપનીઓએ આઇટી નિયમો સ્વીકાર્યા છે અને સરકાર દ્વારા માંગેલી માહિતી પણ પૂરી પાડી છે. મોટાભાગની મોટી સોશિયલ મીડિયા કંપનીઓએ તેમના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ સંપર્ક પર્સન અને ફરિયાદ અધિકારીની માહિતી ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને માહિતી ટેક્નોલ Rજી નિયમો, 2021 મુજબ શેર કરી છે. આ કંપનીઓમાં કુ, શેરચેટ, ટેલિગ્રામ, લિંક્ડિન, ગુગલ, ફેસબુક, વોટ્સએપ જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓનો સમાવેશ છે.
હાલમાં ટ્વિટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ટૂલકિટ મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ટ્વિટરની ગુરૂગ્રામ ઓફિસ પર દરોડા પાડ્યો હતો, ત્યારબાદ ટ્વિટરે પણ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ટ્વીટરે ગત મોડી રાતે મેસેજ મોકલ્યો હતો, જેમાં ભારતની એક લો ફર્મમાં કામ કરતા વકીલને નોડલ સંપર્ક વ્યક્તિ અને ફરિયાદ અધિકારી તરીકે વર્ણવવામાં આવ્યા છે. જો કે, નિયમો અનુસાર, સરકારને મોકલવામાં આવેલી માહિતીમાં તે વ્યક્તિનું નામ હોવું જોઈએ જે સોશિયલ મીડિયા કંપનીનો કર્મચારી છે અને ભારતનો નાગરિક છે.