Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતઆઇટીની ફેસલેસ સ્ક્રૂટિની પણ ટેકનિકલ વાંધાઓથી મુકત નથી !

આઇટીની ફેસલેસ સ્ક્રૂટિની પણ ટેકનિકલ વાંધાઓથી મુકત નથી !

કરદાતાઓને પારાવાર મુશ્કેલી: અપીલોનાં અપલોડિંગ-વીડિયો કોન્ફરન્સિંગમાં પણ તકલીફો

- Advertisement -

કરદાતાઓનો સમય બચાવવા તથા અવરોધ વિના સરળતાથી એસેસમેન્ટની કાર્યવાહીનો કરદાતાઓને લાભ મળે તે માટે આઇટી દ્વારા આવકવેરા રિટર્નના ફેસલેસ એસેસમેન્ટની સિસ્ટમ એક વર્ષ પહેલાં અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ આઇટી ફેસલેસ સિસ્ટમમાં કેટલીક ટેક્નિકલ ખામી- મુશ્કેલી સર્જાવાને કારણે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનું કરદાતાઓ અને ટેક્સ એડવોકેટોનું કહેવું છે. અપીલો અપલોડિંગ કરતી વેળા અને વિડીયો કોન્ફરન્સિંગ સુવિધામાં મુશ્કેલી સર્જાતી હોવાનું કરવેરા નિષ્ણાંતોએ જણાવ્યું છે.

- Advertisement -

ફેસલેસ એસેસમેન્ટના અમલમાં કેસના સ્ક્રૂટિની માટે મોટાપાયે ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ પર વધુ આધાર રાખવો પડે છે. આવકવેરા વિભાગ દ્વારા ફેસલેસ એસસમેન્ટની સુવિધાને પરિણામે આઇટી રિટર્ન ફાઈલિંગ કરવા સહિત કાયદાના પાલન માટેની સુવિધામાં નોંધપાત્ર સુધારો થયો છે અને આઇટી રિટર્ન પ્રોસેસ વધુ સરળ બન્યું છે. આમ છતાં કેટલીક ટેક્નિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવકવેરા એસેસમેન્ટ અને અપીલોના હિયરિંગમાં પણ આ સિસ્ટમ અમલી હોવાથી કરદાતાઓ અને ટેક્સ એડવોકેટનેે પણ મુશ્કેલી પડે છે. ફેસલેસ સિસ્ટમમાં ટેકનીકલ મુશ્કેલીઓ દૂર કરવી જરૂરી છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તા. 13 ઓગસ્ટ, 2020માં ટેક્સ રીફોર્મ અમલમાં મૂક્યા પછી તા. 1 એપ્રિલ, 2021ના રોજ સમગ્ર દેશમાં 1.06 લાખ ફેસલેસ એસસમેન્ટ ઓર્ડર જારી કરાયા હતા. ગુજરાતમાં દેશના કુલ ઓર્ડરના પાંચ ટકા એસેસમેન્ટ ઓર્ડર જારી કરવામાં આવ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular