Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરગુજરાત ATSમાં પણ અંધારૂં !!

ગુજરાત ATSમાં પણ અંધારૂં !!

ગુજરાત ડ્રગ્સ સ્ટેટ બની ગયું છે ત્યારે, આજના ફાસ્ટ ડિજિટલ યુગમાં સ્થિતિ ચિંતાજનક

- Advertisement -

કાંઠાળ હાલારના દરિયાકાંઠે ડ્રગ્સનો દરિયો ઘૂઘવે છે. પાછલાં એક જ સપ્તાહમાં સલાયામાંથી રૂા. 315 કરોડના ડ્રગ્સ પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જ નાવદરા બંદરીય ગામમાંથી વધુ 120 કરોડનો ડ્રગ્સનો 24 કિલો જથ્થો ઝડપાયો અને તે દરમિયાન મોરબીના ઝિંઝુડામાંથી રૂા. 593 કરોડનો ડ્રગ્સનો 118 કિલોનો જથ્થો ઝડપાયો છે. ત્યારે, એ જાણીએ કે, ગુજરાત એટીએસ (ત્રાસવાદ વિરોધી દળ)માં અત્યારે સ્થિતિ શું છે?

- Advertisement -

‘ખબર ગુજરાત’ દ્વારા ગઇકાલે બુધવારે સાંજે ગુજરાત એટીએસનાં કંટ્રોલ રૂમ (02717-241200)નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અંદાજે બે-સવા બે વર્ષ પહેલાં જામનગર શહેરનાં સુભાષ માર્કેટ વિસ્તારમાંથી રૂા. પાંચ કરોડનું ડ્રગ્સ વ્હેલી સવારે ઝડપાયાનું જાહેર થયું હતું અને જોડિયાના એક મુસ્લિમ શખ્સની ધરપકડ કરવામાં આવેલી. આ કેસનું હાલ સ્ટેટસ શું છે? તે પ્રશ્ર્નના જવાબમાં એટીએસએ કોમ્પ્યુટરમાં જોયું પરંતુ કોઇ જ વિગતો આ દરોડાની મળી નહીં! ત્યારબાદ એટીએસ કંટ્રોલ રૂમ દ્વારા એક એવા અધિકારી (એટીએસ)નો નંબર (10111 32315) આપવામાં આવ્યો જેઓ ગુજરાતભરના ડ્રગ્સ રેકેટનું રજિસ્ટર ધરાવે છે.

તેઓ ગઇકાલે સાંજે ડ્યૂટી પર હાજર ન હતાં! આજે બપોરે બારેક વાગ્યે તેઓનો ફરી સંપર્ક સાધવામાં આવ્યો. તેઓ કહે છે : હું પાંચ દિવસની રજા પર છું. તેઓની અવેજીમાં રજિસ્ટર મેન્ટેઇન કરનાર કોઇ નથી! ‘ખબર ગુજરત’ દ્વારા ફરીથી એટીએસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવ્યો. રજા પરના અધિકારીની અવેજીમાં જે કોઇ હોય તેનો સંપર્ક સાધવા પરંતુ જવાબ ‘સરકારી’ મળ્યો ! અવેજીમાં કોણ છે? તે ભગવાન જાણે ક્યાં છે? તે પણ ભગવાન જાણે! સરહદી રાજ્યની એટીએસ કચેરી પણ ‘સરકારી’ ઢબે કામ કરે તે હાલની સ્થિતિમાાં ચિંતાજનક લેખાવી શકાય. હા, એટીએસના અધિકારીઓ-સ્ટાફનું વર્તન શિસ્તબધ્ધ અને ભાષા વિવેકપૂર્ણ છે. એ ખરૂં પરંતુ ‘કામની વાત’ ન થાય તો, શિસ્ત-વિનય કાંઇ ‘સમાચાર’ બને?!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular