Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરએસ્ટેટ શાખા દ્વારા ગોવાળની મસ્જીદ નજીક જર્જરીત મકાન તોડી પડાયું - VIDEO

એસ્ટેટ શાખા દ્વારા ગોવાળની મસ્જીદ નજીક જર્જરીત મકાન તોડી પડાયું – VIDEO

તાજેતરમાં બે સ્થળોએ જર્જરીત મકાનનો કેટલોક ભાગ તુટવાની ઘટના બની હતી : સલામતીને ઘ્યાને લઇ જામ્યુકો દ્વારા કાર્યવાહી

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં ગોવાળ મસ્જીદ નજીક જર્જરીત મકાન તોડી પાડવા આજે સવારથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવાઇ ચોક તરફથી પંચેશ્ર્વર ટાવર જતાં મુખ્ય માર્ગ આ કામગીરી દરમિયાન વાહન વ્યવહાર માટે બંધ થતાં લોકોને થોડી પરેશાની પણ થઇ હતી.

- Advertisement -

જામનગરમાં ચોમાસાની સિઝનને ઘ્યાને લઇ જર્જરીત મકાનોને કારણે કોઇ ગંભીર દુઘર્ટના ન બને તે માટે જામનગર મહાનગરપાલિકા સર્તક બની છે. તાજેતરમાં શહેરના બે સ્થળોએ જર્જરીત મકાનોની છત તુટવાના બનાવો બન્યા હતાં. ત્યારે આજ રોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના ગોવાળની મસ્જીદ રોડ પર આવેલ એક જર્જરીત મકાનના ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજ સવારથી એસ્ટેટ શાખાની ટીમ આ જર્જરીત મકાનને તોડી પાડવા પહોંચી હતી. આ ડીમોલીશનની કામગીરીને ઘ્યાને લઇ હવાઇ ચોકથી પંચેશ્ર્વર ટાવર જવાનો માર્ગ પર વાહન વ્યવહાર માટે બંધ થયો હતો. જર્જરીત મકાનને કારણે કોઇ અકસ્માત દુઘર્ટના ના સર્જાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સલામતીને ઘ્યાને લઇ આ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular