ગણેશચોથ નિમિત્તે જામનગર શહેરમાં અનેક નાના મોટા પંડાલોમાં ગજાનન ગણપતિની વાજતે-ગાજતે દોઢ દિવસથી અગિયાર દિવસની સ્થાપના કરી પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં લાલ બંગલા ખાતે વકીલ મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના અને આરતી સમયે પ્રમુખ ભરતભાઈ સુવા, અશોકભાઈ નંદા, રાજેશ ગોસાઈ સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.