Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરડબલ મડરનો ફરાર પાકા કામનો કેદી પ્રદર્શન મેદાન પાસેથી ઝડપાયો

ડબલ મડરનો ફરાર પાકા કામનો કેદી પ્રદર્શન મેદાન પાસેથી ઝડપાયો

વર્ષ 2012 માં ડબલ મડરમાં ઝડપાયો : પાંચ વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર: પેરોલ ફર્લો સ્કવોર્ડે દબોચી લઇ રાજકોટ જેલમાં ધકેલ્યો

- Advertisement -

જામનગર શહેરમાં વર્ષ 2012 માં સમર્પણ સર્કલ પાસે થયેલા ડબલ મડરમાં સંડોવાયેલો રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન પર પાંચ વર્ષથી ફરાર કેદીને પેરોલ ફર્લો સ્કવોર્ડે પ્રદર્શન મેદાન પાસેથી દબોચી લઇ જેલ હવાલે કર્યો હતો.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં વર્ષ 2012 માં સમર્પણ સર્કલ પાસે થયેલા ચકચારી ડબર મડર કેસમાં સંડોવાયેલો વિજેન્દ્ર ઉર્ફે ભોડીયો કાંતિભાઈ રાઠોડ નામનો પાકા કામનો કેદી નં.45983 નામનો શખ્સ રાજકોટની મધ્યસ્થ જેલમાંથી પાંચ વર્ષ અગાઉ વચગાળાના જામીન પરથી ફરાર રહેતો હતો. આ પાકાકામના કેદી અંગેની ફર્લો સ્કવોર્ડના લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, મહિપાલ સાદીયા, ધર્મેન્દ્ર વૈષ્ણવને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી પ્રદર્શન મેદાન પાસેથી વિજેન્દ્રને દબોચી લઇ રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular