Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં એમિક્રોન વાયરસ સામે લડત આપવા તંત્ર સજ્જ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એમિક્રોન વાયરસ સામે લડત આપવા તંત્ર સજ્જ

વિદેશથી આવતા મુસાફરોને કરાશે ક્વોરન્ટાઈન : RT-PCR રિપોર્ટ પણ તાકીદે મળશે

- Advertisement -

કોરોના વાયરસના નવા સ્વરૂપ એમિક્રોનના દુનિયાના જુદા જુદા દેશોમાં વધતા જતા કેસોથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. સદનસીબે ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર ભારત દેશમાં આ નવા વેરિયન્ટનો એક પણ નવો કેસ ન નોંધાતા હાલ અહીંના લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે.

- Advertisement -

આફ્રિકાથી શરુ થયેલા કોરોનાના એમિક્રોન વેરિયન્ટ સામે લડત આપવા તેમજ કોરોના વાયરસના કેસો સામે સાવચેતીપૂર્વકના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત સિવિલ હોસ્પિટલમાં આર.ટી.- પી.સી.આર. ટેસ્ટ માટેની લેબ કાર્યરત થઈ ગઈ છે. અહીં જરૂર પડ્યે કોરોનાના દરરોજ 800 થી 1,000 જેટલા આર.ટી.- પી.સી.આર. ટેસ્ટ કરી શકાય તે માટે પણ તંત્ર સજ્જ બન્યું છે.

અહીંની સરકારી સિવિલ હોસ્પિટલમાં હાલ 250 બેડમાં દર્દીઓની સારવાર થઇ શકે તેવી સુવિધાઓ છે. આ તમામ બેડ ઑક્સિજન સુવીધાઓથી સજ્જ છે. આટલું જ નહીં, અહીંની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માટેના બે પ્લાન્ટ્સ પણ હાલ કાર્યરત છે. જેથી કોઈપણ હોસ્પિટલ માટે ઓક્સિજનની અછત સર્જાય તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી.

- Advertisement -

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ કોરોનાની ત્રીજી લહેર માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. એ મુજબ હાલ એમિક્રોન વેરિએન્ટ સામે પણ સાવચેતી રાખવા આવી રહી છે. જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ જુદા જુદા દસ દેશમાંથી આવતા મુસાફરોને ચોક્કસ સમયગાળા માટે ક્વોરન્ટાઈન કરવામાં આવશે.

ખંભાળિયા ઉપરાંત જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં આવેલી સરકારી હોસ્પિટલ તથા આરોગ્ય કેન્દ્રોમાં પણ કોવિડ ટેસ્ટ તેમજ ઓક્સિજનની સુવિધાઓ પ્રાપ્ય બનાવવામાં આવી છે. જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના માર્ગદર્શન મુજબ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયા તથા ડોક્ટર મેહુલ જેઠવા દ્વારા કોરોના સંદર્ભે ચોક્કસ ટીમ દ્વારા નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular