Monday, April 14, 2025
Homeરાજ્યજામનગરલાલપુર સામાકાંઠાથી ભલારાદાદા મંદિર રોડ પર ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ

લાલપુર સામાકાંઠાથી ભલારાદાદા મંદિર રોડ પર ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ

જામનગર જિલ્લાના લાલપુર ગામે સામાકાંઠાથી ભલારાદાદા મંદિર સુધી આવેલા રોડ પર ભારે વાહનો પસાર થવાથી પાણીની પાઇપલાઇન તૂટી જવાના બનાવો બન્યા છે જેથી ગામમાં પાણી પુરવઠો ખોરવાઈ જાય છે. વિસ્તારમાં આંગણવાડી, શાળા અને દવાખાનું આવેલ હોવાથી અકસ્માત થવાની સંભાવના પણ રહેલી છે. જેથી અકસ્માત નિયંત્રણમાં રહે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી આ સિંગલ પટ્ટી રોડ પર ટ્રક, ડમ્પર, ટેઈલર અને ૬ વ્હિલરથી ઉપરના તમામ ભારે વાહનોને પ્રવેશ પર જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારઘી દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. વૈકલ્પિક રૂટ તરીકે લાલપુર ગામના શહીદ ગાર્ડનથી લાલપુર આઇ.ટી.આઇ. પોઇન્ટ સુધીના બાયપાસનો જાહેર જનતા ઉપયોગ કરી શકશે. જાહેરનામું સરકારી, બોર્ડ નિગમના વાહનો, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ લાલપુર અને મામલતદાર લાલપુર કચેરી તરફથી મંજૂરી મળેલ વાહનો અને સ્થાનિક લોકોના અંગત કામ સબબ પસાર થતાં ભારે વાહનોને લાગુ પડશે નહિ. જાહેરનામાંનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular