કોરોના વાયરસના નવા વધુ ચેપી વેરિયન્ટે ભારતમાં એન્ટ્રી કર્યાના અહેવાલોએ ચિંતા વધારી છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે નવા વેરિયન્ટની એન્ટ્રી મીડિયા અહેવાલોને નકારી કાઢયા છે. કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ભારતમાં હજુ સુધી કોરોનાના કોઇ નવા વેરિયન્ટની એન્ટ્રી થઇ નથી. તેમજ એકસઇ વેરિયન્ટ પણ મળ્યો નથી.
ગઇકાલે મુંબઇમાં ચકાસવામાં આવેલા નમૂનાઓ પૈકી એકમાં નવો વેરિયન્ટ જોવા મળ્યો હોવાના અહેવાલ વહેતા થયા હતા.કોરોના વાયરસના વેરિયન્ટ XEએ ભારતમાં દસ્તક દીધી છે. તેના સંક્રમણનો પહેલો કેસ બુધવારે મુંબઈમાં નોંધાયો છે. મુંબઈમાં કોરોનાના નવા પ્રકાર XE અને કપ્પાનો એક-એક કેસ મળી આવ્યો છે. જીનોમ સિક્વન્સિંગ દરમિયાન કુલ 376 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 230 મુંબઈના હતા. 230 માંથી 228 નમૂનાઓ ઓમિક્રોનના છે, બાકીના એક કપ્પા વેરિયન્ટના છે અને એક XE વેરિયન્ટના છે. જો કે, નવા વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા નથી
.
કોરોનાનું નવું મ્યુટન્ટ વેરિયન્ટ XE ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.2 કરતાં લગભગ 10 ટકા વધુ ચેપી હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. XEએ ઓમિક્રોનના ઇઅ.1 અને BA.2નો રિકોમ્બિનન્ટ સ્ટ્રેન છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે જ્યાં સુધી તેના ટ્રાનસમિશન રેટ અને રોગના વર્તનમાં નોંધપાત્ર ફેરફાર જોવા ન મળે ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિયન્ટ સાથે જ જોડવામાં આવશે. ડઊ સ્ટ્રેન પ્રથમ વખત 19 જાન્યુઆરીના રોજ યુકેમાં મળી આવ્યો હતો અને ત્યારથી 600થી વધુ XE કેસની પુષ્ટિ થઈ છે. બ્રિટનની હેલ્થ પ્રોટેક્શન એજન્સીના મુખ્ય તબીબી સલાહકાર સુઝાન હોપક્ધિસનું કહેવું છે કે, તેની સંક્રામકતા, ગંભીરતા અથવા તેમની સામે કોવિડ-19 રસીની અસરકારકતા વિશે તારણો કાઢવા માટે હજુ પૂરતા પુરાવા નથી. ઉલ્લેખનિય છે કે, ભારતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને સક્રિય કેસોની સંખ્યા ઝડપથી ઘટીને 15 હજારથી ઓછી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે XE વેરિયન્ટ ચિંતા વધારી શકે છે.