ઇ-કોમર્સ સાથે સંકળાયેલી કંપનીઓ વિવિધ રીતે ગ્રાહકોને છેતરતી આવી છે તેમાં એક રીત ફેક રિવ્યુ પણ છે. પોતાની પ્રોડક્ટ બેસ્ટ છે એમ કહેવા માટેનું બેરોમીટર એટલે રિવ્યુનું બટન. લોકો રિવ્યુવાંચીને પ્રોડક્ટ ખરીદતા હોય છે. ઓનલાઇન ખરીદનારાઓ રિવ્યુપર વધુ વિશ્વાસ રાખે છે અને તે જોયા બાદ ખરીદી કરે છે. ઇ કોમર્સ કંપનીઓ બહુ ચાલાક હોય છે. લોકાને રિવ્યુજોઇને ખરીદી કરતા જોઇને ઇ-કોમર્સની સાઇટ પર ફેક રિવ્યુ આવવા લાગ્યા હતા. ગ્રાહકોને ખ્યાલ જ ના આવ્યો કે રિવ્યુથી પણ છેતરપીંડી થઇ શકે છે. ફેક રિવ્યુથી ગ્રાહકો છેતરાય નહીં તે માટેના કાયદા આજથી અમલમાં આવી રહ્યા છે. ફેક રિવ્યુ માત્ર ઇ-કોમર્સની સાઇટો માટે હોય છે એવું નથી હોતું. ફિલ્મોના રિવ્યુ આપનારા પણ ખોટા રિવ્ય ુઆપતા હોય છે. વ્યક્તિગત સ્તરે લખાતા રિવ્યુ પણ કિન્નાખોરીથી ભરેલા હોય છે. કોઇના કહેવાથી કોઇના માટે ઓપિનીયન બાંધી દેવો યોગ્ય નથી. ઇ-કોમર્સની સાઇટો ઓનલાઇન ખરીદનારાઓને આકર્ષવા માટે રિવ્યુની કોલમનો પોતાની રીતે ઉપયોગ કર્યા કરતી હતી. તેના પર કોઇની નજર ન હતી. સરકારને મોડે મોેડે ખબર પડી કે ગ્રાહકોને પોતાની તરફ વાળવા માટે ખોટા રિવ્યુ આપવામાં આવે છે. અનેક ગ્રાહકોની એવી ફરિયાદ હતી કે અમે આપેલો રિવ્યુ સાઇટ પર દેખાતો નથી. આમ, પ્રોડક્ટ માટે બધું સારું જ વાંચવા મળતું હતું. નેગેટીવ રિવ્યુને દબાવી દેવાતા હતા. આમ, ગ્રાહકો સાચી વાતથી વંચિત રહેતા હતા.