Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરની અંબિકા કુમારિકા ગરબી મંડળની દિકરીઓ દ્વારા મનમોહક રાસ રજૂ...

Video : જામનગરની અંબિકા કુમારિકા ગરબી મંડળની દિકરીઓ દ્વારા મનમોહક રાસ રજૂ કરાયા

- Advertisement -

નવલા નોરતાના છેલ્લાં દિવસે સમગ્ર ગુજરાતમાં માતાજીને વિદાયમાન અપાયું અને હવે લોકો આવતા વર્ષે માની પધરામણીને કાગડોળે રાહ જોવા લાગ્યા છે. ત્યારે જામનગર શહેરના અંબાજીના ચોકમાં થતી શ્રી અંબિકા કુમારિકા ગરબી મંડળે આ વર્ષે ધામધૂમપૂર્વક નવરાત્રિની ઉજવણી કરી હતી.

- Advertisement -

અંબિકા કુમારિકા ગરબી મંડળે આ વર્ષે 28 વર્ષે પૂર્ણ કરીને 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ ગરબી મંડળની ખાસીયત એ છે કે અહીં દિકરીઓ પાસેથી ગરબી માટે કોઇ જ ફી લેવામાં આવતી નથી. આ ઉપરાંત જાહેર જનતા કે લોકો પાસેથી પણ કોઇ ફાળો ઉઘરાવતો નથી. આ ગરબી મંડળમાં મનુભાઈ જાદવના સહયોગથી 60 જેટલા લોકોની ટીમ વડે ગરબીનું સફળ આયોજન કરવામાં આવે છે.

- Advertisement -

નવરાત્રિ દરમિયાન અહીં બાળાઓ દ્વારા શ્રી રાધાકૃષ્ણ, નટખટ કાનુડો, ભગવાન શ્રી રામ, મહાદેવ, લાડલી દિકરી, મોગલ માં, અઘોર નગારા સહિતના ખૂબ સુંદર રાસો રજૂ કરવામાં આવે છે. વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આ ગરબી નીહાળવા આરામથી અહીં બેસે છે. એક વખત બેઠા બાદ જવાની ઈચ્છા જ થાય તેવી સુંદર કૃતિઓ આ ગરબીમાં રજૂ કરવામાં આવે છે.

ગઈકાલે છેલ્લો દિવસ હોય ત્યારે દિકરીઓને ગરબી મંડળ તરફથી સોના-ચાંદી સહિતની આશરે 80 જેટલી લાણી આપવામાં આવી હતી. નવ દિવસ દરમિયાન માતાજીના ગરબા પર ગરબે રમીને દિકરીઓ માં આદ્યશકિતની આરાધના કરે છે. આમ, દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજક અને વિસ્તારના લોકો દ્વારા શાંતિપૂર્ણ રીતે પવિત્ર નવરાત્રિના આ પાવન દિવસો પૂર્ણ કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular