Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર તથા લાલપુર તાલુકામાંથી 68.30 લાખની વીજચોરી ઝડપાઈ

જામનગર તથા લાલપુર તાલુકામાંથી 68.30 લાખની વીજચોરી ઝડપાઈ

કુલ 600 વીજજોડાણો ચેક કરાતા 96માંથી ગેરરીતિ ઝડપાઇ: બે દિવસમાં કુલ એક કરોડથી વધુની વીજચોરી ઝડપાઈ

- Advertisement -

જામનગર તથા લાલપુર તાલુકામાંથી પીજીવીસીએલ દ્વારા રૂા.68.30 લાખની વીજચોરી ઝડપી લઇ પૂરવણી બીલ ફટકારવામાં આવ્યા હતાં. કુલ 690 વીજ જોડાણો ચેક કરતા 96માંથી ગેરરીતિ ઝડપી લીધી હતી.

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં વીજચોરીના દુષણને ડામવા પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સતત વીજચેકીંગ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે પીજીવીસીએલના 47 જેટલી ટીમો દ્વારા 11 લોકલ પોલીસ, 13 એસઆરપી તથા 16 એકસઆર્મી મેન સહિતના પોલીસ બંદોબસ્ત સાથે જામનગર તાલુકાના મોટી ખાવડી, સાપર, બેડ, વસઈ, રાવલસર, સીક્કા પાટીયા સહિતના વિસ્તારો ઉપરાંત લાલપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વીજચેકીંગ હાથ ધર્યુ હતું. આ વીજચેકીંગ કાર્યવાહી દરમિયાન કુલ 609 જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં. જે પૈકી 96 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ 68.30 લાખના પૂરવણી બીલો ફટકારવામાં આવ્યા હતાં. સતત બે દિવસથી ચાલી રહેલી વીજચેકીંગથી વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular