Friday, October 18, 2024
Homeરાજ્યહાલારજામનગર, લાલપુર, જામજોધપુરમાંથી 45.98 લાખની વીજચોરી ઝડપાઇ

જામનગર, લાલપુર, જામજોધપુરમાંથી 45.98 લાખની વીજચોરી ઝડપાઇ

પીજીવીસીએલની 62 ટીમો દ્વારા વીજ ચેકિંગ : 118 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા હાલાર પંથકમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલ વીજ ચેકિંગને લઇ વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. પીજીવીસીએલની ટીમ દ્વારા ચોથા દિવસે જામનગર શહેર તથા લાલપુર, જામજોધપુરના વિવિધ વિસ્તારોમાંથી રૂા.45.98 લાખની વીજચોરી ઝડપી લીધી હતી અને વીજચોરો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી વીજચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ચોથા દિવસે પીજીવીસીએલ દ્વારા 50 લોકલ પોલીસ તેમજ 11 એસઆરપી જવાનોને સાથે રાખી 62 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાલપુર અને જામજોધપુર તાલુકાના તરસાઈ, સખપર, વેરાડ, મેવાસા, નાના ખડબા સહિતના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જામનગર તાલુકાના ચેલા ચંગા, મોટીખાવડી, નવાગામ, સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારો અને જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ શંકરટેકરી વગેેરે વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજ ચેકિંગ કામગીરી દરમિયાન 62 જેટલી ટીમોએ 640 વીજ જોડાણ ચેક કર્યા હતાં. જે પૈકી 118 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 45.98 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular