Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરહાલાર પંથકમાં 40.05 લાખની વીજચોરી ઝડપાઈ

હાલાર પંથકમાં 40.05 લાખની વીજચોરી ઝડપાઈ

સતત બીજા દિવસે વીજચેકિંગ : 55 જેટલી ટીમો દ્વારા ધ્રોલ, જોડિયા તથા ખંભાળિયાના ગ્રામ્ય પંથકોમાં વીજચેકિંગ : 117 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હાલાર પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી 117 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપી લઇ રૂા.40.05 લાખની વીજચોરીના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.

- Advertisement -

જામનગર પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વીજ ચોરીના દુષણને ડામવા સતત બીજા દિવસે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વીજચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. પીજીવીસીએલની કુલ 55 જેટલી ટીમો દ્વારા 42 લોકલ પોલીસ તથા 12 એસઆરપી જવાનોને સાથે રાખી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જામનગર જિલ્લાના જોડિયા, નેસડા, વાવડી, માણેકપર, હરીપર, હજામચોરા, ધ્રોલ સહિતના ધ્રોલ અને જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કજુરડા, કાઠી દેવળિયા, નાના માંઢા, મોટા માંઢા, નાના-મોટા અસોટા, દાત્રાણા, સોનારડી, ખંભાળિયા શહેર સહિતના વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ વીજચેકિંગ દરમિયાન પીજીવીસીએલની 55 જેટલી ટીમોએ 739 જેટલા વીજજોડાણો ચેક કરતા કુલ 117 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. જેને 40.05 લાખના વીજચોરીના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular