કાલાવડ તાલુકાના ખાનટકોટડા ગામની સીમમાં આવેલા પવનચકકીના લોેકેશન પર રાખેલા રૂા.1.35 લાખની કિંમતની 15 નંગ લોખંડના વીજપોલ ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખાનટકોટડા ગામની ગણેશગારી સીમમાં આવેલી પાયોનિયર કંપનીની પવનચકકી લોકેશન નંબર પી 3 માં જવાના રસ્તા પર રાખેલા રૂા.1.35 હજારની કિંમતના 15 નંગ લોખંડના વીજપોલ 10 દિવસ પૂર્વે અજાણ્યા તસ્કરો આ વીજપોલ ચોરી કરી ગયા હતાં. સાઈટ પરથી વીજપોલ ચોરાયાની જાણ થતા કંપનીના કર્મચારી અવધેશભાઇ દ્વારા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ વીજપોલ ચોરીનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.