Friday, December 5, 2025
Homeરાજ્યહાલારવીજ અધિકારીને ફડાકા ઝીંકીને મારી નાખવાની ધમકી

વીજ અધિકારીને ફડાકા ઝીંકીને મારી નાખવાની ધમકી

ખંભાળિયા તાલુકાના પરોડીયા વિસ્તારમાં અહીંના પીજીવીસીએલના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ કુલદીપભાઈ રાજશીભાઈ કરમુર (ઉ.વ. 24, રહે. મોડપર, તા. લાલપુર) તથા અન્ય વીજ કર્મચારીઓ કુબલી વાડી શાળા પાસે વીજ ચેકિંગ કામગીરીની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન આ જ ગામનો ભીમા ગઢવી નામનો શખ્સ આ સ્થળે ધસી આવ્યો હતો અને વીજ કર્મચારી કુલદીપભાઈ કરમુર તથા તેમની ટીમને વીજ ચેકિંગ કરતા રોકવામાં આવી હતી.
ત્યાર પછી આરોપીએ કુલદીપભાઈને ગાલ પર ઝાપટના બે ઘા કરી, બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ સંદર્ભે સલાયા મરીન પોલીસે વીજ કર્મચારીની ફરિયાદ પરથી ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular