Thursday, February 26, 2026
Homeરાજ્યહાલારજામનગર સર્કલમાં નગરપાલિકાઓના 222 કનેક્શન સામે રૂા.544.62 લાખની વીજબીલની રકમ બાકી

જામનગર સર્કલમાં નગરપાલિકાઓના 222 કનેક્શન સામે રૂા.544.62 લાખની વીજબીલની રકમ બાકી

જામનગર સર્કલ હેઠળની જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ સાત નગરપાલિકાઓ દ્વારા વીજ પુરવઠા માટેની મોટી રકમ બાકી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 31 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્ક્સના કુલ 222 કનેક્શન સામે રૂપિયા 544.62 લાખ બાકી છે.

- Advertisement -

બંને જિલ્લાની સાત નગરપાલિકાની વિભાગવાર બાકી રકમ મુજબ સ્ટ્રીટ લાઈટ વિભાગના 150 કનેક્શન સામે કુલ ₹90 લાખ બાકી છે, જ્યારે વોટર વર્ક્સ વિભાગના 72 કનેક્શન સામે કુલ ₹454 લાખ બાકી રકમ નોંધાઈ છે.

તેવી જ રીતે બંને જિલ્લાની સાતેય નગરપાલિકા વોટર વર્ક્સ વિભાગમાં સ્ટ્રીટ લાઈટ વિભાગની તુલનાએ ઘણી વધુ બાકી રકમ નોંધાઈ હોવાનું નગરપાલિકા સ્રોતો દ્વારા જાણવા મળે છે. વિવિધ નગરપાલિકાઓમાં પાણીના કનેક્શનો સામે નોંધાયેલી બાકી રકમના આંકડા ચિંતાજનક છે.

- Advertisement -

નગરપાલિકાઓ મુજબની સ્થિતિ પર નજર કરીએ તો, કાલાવડ નગરપાલિકા હેઠળ કુલ 38 કનેક્શન સામે ₹11.61 લાખ બાકી છે. સિક્કા નગરપાલિકામાં 31 કનેક્શન સામે ₹93.32 લાખ બાકી નોંધાઈ છે.

ખંભાળિયા નગરપાલિકામાં 42 કનેક્શન સામે સૌથી વધુ ₹179.38 લાખ બાકી રકમ નોંધાઈ છે. સલાયા નગરપાલિકામાં 14 કનેક્શન સામે ₹63.93 લાખ બાકી છે.

- Advertisement -

ઓખા નગરપાલિકામાં સૌથી વધુ 48 કનેક્શન છે, જેના સામે ₹75.33 લાખ બાકી છે. જામરાવલ નગરપાલિકામાં 19 કનેક્શન સામે ₹30.64 લાખ બાકી છે. જ્યારે ભાણવડ નગરપાલિકામાં 30 કનેક્શન સામે ₹90.41 લાખ બાકી હોવાનું નોંધાયું છે.

આંકડાઓ મુજબ સૌથી વધુ બાકી રકમ ખંભાળિયા નગરપાલિકાની ₹179.38 લાખ છે, જ્યારે સૌથી ઓછી બાકી રકમ કાલાવડ નગરપાલિકાની ₹11.61 લાખ છે. કનેક્શનની દ્રષ્ટિએ ઓખા નગરપાલિકામાં સૌથી વધુ 48 કનેક્શન નોંધાયા છે.

કુલ મળીને 222 કનેક્શન સામે અડધા કરોડથી વધુની બાકી રકમ ઊભી રહેતાં વિતરણ તંત્ર માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે. ખાસ કરીને પાણી પુરવઠા સંબંધિત વિભાગમાં ઊંચી બાકી રકમ નોંધાતા નગરપાલિકાઓ માટે સમયસર ચુકવણી કરવી જરૂરી બની છે. તંત્ર દ્વારા બાકી વસૂલાત માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular