Tuesday, December 16, 2025
Homeરાજ્યહાલારકલ્યાણપુરમાં વીજકર્મી ઉપર હુમલો કરી ધમકી

કલ્યાણપુરમાં વીજકર્મી ઉપર હુમલો કરી ધમકી

કલ્યાણપુરના વીજકર્મી યુવાન સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરવા સબબ દેવળિયાના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા અને પીજીવીસીએલ કચેરીમાં આસિસ્ટન્ટ લાઈનમેન તરીકે ફરજ બજાવતા રમેશભાઈ જેરામભાઈ ખાણધર નામના 31 વર્ષના યુવાન ગત સોમવાર તારીખ 15 ડિસેમ્બરના રોજ તેમની કાયદેસરની સરકારી ફરજ પર હતા. ત્યારે એક ફીડરમાં ફુલ પાવરમાંથી ડીમ પાવર કરવામાં આવ્યો હતો. ત્યારે કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામના માઈકલ ઉર્ફે ભીમશી રામદે સુવા નામના શખ્સ દ્વારા રમેશભાઈ ખાણધર સાથે ફોનમાં ગાળાગાળી કરવામાં હતી. આ પછી દેવળીયા ગામના 66 કેવી સબ સ્ટેશન ખાતે આવીને આરોપી માઈકલ ઉર્ફે ભીમશીએ રમેશભાઈને બિભત્સ ગાળો કાઢી, અને નીચે પછાડી દીધા હતા. આ રીતે તેમને ઈજાઓ કરી, હવે પછી જો તેઓ દેવળિયા ગામે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી આગળની તપાસ દ્વારા પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular