વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવાનાં કારણે ડીઝલ અને પેટ્રોલનાં રિટેલ ભાવમાં પણ ટૂંક સમયમાં વધારો થઈ શકે છે. શનિવારે એરક્રાફ્ટ ઇંધણના ભાવમાં 6.7 ટકાનો વધવાથી આ સંકેત મળી રહ્યા છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીમાં એરક્રાફ્ટ ફ્યુઅલની કિંમત 3,885 રૂપિયા પ્રતિ હજાર લિટર એટલે કે 6.7 ટકા વધારીને રૂ.61,690.28 કરી દેવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં પેટ્રોલિયમ પર વેચાણ વેરાનાં દરમાં તફાવત હોવાને કારણે અઝઋના ભાવ અલગ અલગ હોઈ શકે છે. અગાઉ કંપનીઓએ અઝઋનાં ભાવમાં બે વાર ઘટાડો કર્યો હતો.
1 એપ્રિલે તેમાં ત્રણ ટકા અને 19 એપ્રિલના રોજ એક ટકાનો ઘટાડો થયો હતો. ડીઝલ અને પેટ્રોલના ભાવ સતત 17 દિવસથી એક સ્તરે ચાલી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 90.40 રૂપિયા અને ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લિટર છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં ડીઝલ-પેટ્રોલની કિંમતોમાં સુધારો કરવામાં આવી શકે છે.
એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા ચાર દિવસ (27 એપ્રિલ) થી ભાવ સતત વધી રહ્યા છે. આ સમય દરમિયાન, દુબઈમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 2.91 ડોલર જેટલું મોંઘું થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં અનુક્રમે 60 ટકા અને 54 ટકા કેન્દ્ર અને રાજ્ય કક્ષાનાં કરવેરાનો હોય છે. ભારતમાં કોવિડ -19 ની બીજી લહેરથી પેટ્રોલિયમ માંગ પર અસર થવાની સંભાવના હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ વધી રહ્યું છે. ક્રુડ ઓઇલની કિંમત વધવા પાછળ અમેરિકાની મજબૂત માંગ અને ડોલરની નબળાઇ જવાબદાર છે.