Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગર15 ડિસેમ્બરે જામનગર બાર એસો.ની ચૂંટણી

15 ડિસેમ્બરે જામનગર બાર એસો.ની ચૂંટણી

- Advertisement -

જામનગર બાર એસોસિએશનની ચૂંટણી તા. 15 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જે માટે આજરોજ ફોર્મની ચકાસણી થયા બાદ આખરી ઉમેદવારોની યાદી જાહેર થશે. પ્રમુખ સહિતના હોદ્ેદારો તથા કારોબારી સભ્યો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે.

- Advertisement -

જામનગર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, લાયબ્રેરી મંત્રી તથા કારોબારી સભ્યો માટે તા. 15 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. જે માટે ઉમેદવારો દાવેદારી નોંધાવી રહ્યાં છે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને આવતીકાલે ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે. હાલમાં પ્રમુખપદ સહિતના હોદ્ાઓ માટે 25 જેટલા ફોર્મ ઉપડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં વકીલ મંડળના 1237 સભ્યો નોંધાયેલા છે. જે મતદાન કરશે.

નવ વખત પ્રમુખપદે ચૂંટાયેલા અને હાલમાં જામનગર બાર એસો.ના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતાં એડવોકેટ ભરતભાઇ સુવાએ પણ પ્રમુખપદ માટે દાવેદારી કરી છે. આજે ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. પ્રમુખપદ માટે ભરતભાઇ સુવા ઉપરાંત નયનભાઇ મણિયાર દ્વારા પણ દાવેદારી કરવામાં આવી છે. આવતીકાલે ઉમેદવારોની આખરી યાદી જાહેર થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે અને જે તે પેનલોનો ચૂંટણી પ્રચાર તેજ થશે. ત્યારબાદ તા. 15ના રોજ વકીલ મંડળના હોલમાં મતદાન પ્રક્રિયા યોજાશે. બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી કમિશનર તરીકે એડવોકેટ ભરતભાઇ ગોસાઇ, મિહીરભાઇ નંદા તથા કે.ડી. વડગામા નિમાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular