દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી કરવા માટે સામાન્ય સભાની બેઠક તા. 23ના રોજ સવારે 11 વાગ્યે ભાણવડ નગરપાલિકાના સભાખંડમાં યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ, જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ ભાણવડ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી કોરોનાના વધતા સંક્રમણે કારણે હાલ મોકુફ રાખવાનો હુકમ કરતાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.