Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઆ ગામમાં થયો ચૂંટણી બહિષ્કાર, 11 વાગ્યા સુધીમાં 1 પણ મત ના...

આ ગામમાં થયો ચૂંટણી બહિષ્કાર, 11 વાગ્યા સુધીમાં 1 પણ મત ના પડ્યો

- Advertisement -

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન થઇ રહ્યું છે. જ્યારે પક્ષ અને નોતાઓની નબળી કામગીરીને લઇ રાજ્યમાં ઘણી જગ્યાએ નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પોતાની માંગો પૂરી ન થતાં ભરૂચ, ભુજ અને છોટાઉદેપુરની ઘણી બેઠકો પર મતદારો મતદાન કરવા જ નથી ગયા. જોકે, તેનાથી રાજકીય પક્ષોને કેટલુ નુકસાન થશે એતો ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ ખ્યાલ આવશે.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ પ્રાથમિક સુવિધા ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન પ્રક્રિયાથી અળગા રહેતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આઝાદીના 73 વર્ષ વિતવા છતાં વાલિયા તાલુકાનાં કેસરગામના લોકો આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે. 950 લોકોના આ ગામમાં ગ્રામ પંચાયત બાજુના ઈટકલા ગામમાં આવેલ છે. જેથી ગામ લોકોને સસ્તા અનાજની દુકાનમાં સામાન લેવા ઈટકલા ગામમાં જવું પડે છે. જ્યારે શાળાના બાળકોએ જીવના જોખમે કીમ નદીને પાર કરી ભણવા જાય છે. બંને ગામને જોડતો નદી પર પુલ બનાવવાની અનેકવાર માંગ કરવામાં આવી છે પરંતુ તંત્ર અને નેતાઓએ બસ વાયદાઓ કરે છે. આવી અનેક મુશ્કેલીઓનો કોઇ અંત ન આવતાં ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
ભુજ તાલુકાનું અંદાજિત સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા દેશલપુર ગામે ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ભરૂચ અને ભુજ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ઉંચાકલમ ગામે પણ પોતાની માંગો પુરી ન થતાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કુંડી ઉંચાકલમ ગામાં અગિયાર વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી. ગ્રામ પંચાયતની માંગણી લઈને લઇ ચૂંટણી બહિષ્કાર કરતા ગ્રામજનોએ નેતાઓની કોઇ લાલસામાં આવ્યા વગર મતદાન મથકે નથી ગયા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular