Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઘણાંબધાં ગામડાંઓમાં ચૂંટણીનો બહિષ્કાર, શાસકો માટે કાળી ટીલી

ઘણાંબધાં ગામડાંઓમાં ચૂંટણીનો બહિષ્કાર, શાસકો માટે કાળી ટીલી

- Advertisement -

ગુજરાતમાં રવિવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. એવું કહી શકાય છે કે, 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણીનું ગ્રામ્ય વિસ્તારનું ભાજપ અને કોંગ્રેસ માટે ટ્રેલર હતું. વિકાસને આગળ ધપાવવા વચન બદ્ધ બનેલી ભાજપ સરકાર માટે રવિવારની ચૂંટણી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા મતદાન બહિષ્કારના બનાવો કાળી ટીલી સમાન બન્યા છે.

- Advertisement -

અનેક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ, પંચમહાલના કાલોલ તાલુકા શકિતપુરા વસાહત-2માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. નર્મદા ડેમના વિસ્થાપિતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યકત કર્યો હતો.

વલસાડ ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.બે દિવસ પહેલાં ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાંઆવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

- Advertisement -

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી-ઉચાકલમ ગામે ચૂંટણી બહિષ્કારની ઘટના બની હતી. 513 મતદારો પૈકી એકપણ મતદારે અહીં મતદાન ન કર્યું. ગામ કોઇ પંચાયતમાં સમાવિષ્ટ ન હોવાથી વિકાસની વંચિત છે.

આઠ વર્ષ પહેલાં સંખેડા તાલુકાના વિભાજન બાદ પંચાયત વિહોણું ગામ બન્યું છે. ગ્રામજનો મુજબગામ કોઇ તાલુકાના ગુંદેર ગામના લોકોએ ઉચ્છલ નદી પર પુલ બનાવવાની માંગણીને રાજયસરકાર દ્વારા ફળિભૂત ન કરાતા મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

- Advertisement -

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ડભાસી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. 3924 મતદારોએ મતદાન કર્યું નથી. જેના કારણમાં થોડા દિવસ અગાઉ ડભાસી ગામના લોકોએ નાળા મુદ્દો રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પોલીસે આ આંદોલનમાં 86 લોકો સામે કાયદેસની કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસે કરેલી કાર્યવાહી અને નાળાની માંગ સાથે ડભાસી ગામ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.

અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા ગામમાં મતદાનનો બહિષ્કાર કરાયો હતો. ખીજડિયા ગામમાં અનેક પ્રશ્ર્નો મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર અને નેતાઓની સમજાવટ બાદ પણ ગ્રામજનો મતદાન ન કરવા ગયા ન હતા. ખીજડિયાથી હામાપુરને જોડતો પુલ તેમજ લુવારા ગામની ઘટનામા ન્યાયિક તપાસની માંગ સાથે લોકોએ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો.

ભુજ તાલુકાના સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા દેશલપર ગામે સજ્જડ બંધ પાડી ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. ખાનગી ટ્રસ્ટને તંત્ર દ્વારા જમીન ફાળવી આપતા ગામલોકોએ વિરોધ દર્શાવ્યો હતો. સાંસદ સહિતના મોવડી મંડળની સમજાવટ પણ સફળ નિવડી ન હતી.

મહીસાગર લુણાવાડાના માલતલાવડી ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, માલતલાવડી ગામેથી મતદાન બૂથ હટાવી5 કિલોમીટર દૂર લઇ જતા સમસ્ત ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી હતી. બૂથ નહિ તો વોટ નહિની ચીમકી યથાવત જોવા મળી હતી. ચૂંટણી પંચને વિનંતી પણ કરવામાં આવી હતી. કે, ગામ ખાતે બુથ ફાળવવામાં આવશે. તો જ મત આપીશું આમ છતાં પણ તેમની માંગણી ન સંતોષાતા મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના થાપનાથ ગામે પશ્ર્નો હલ નહીં. થતાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. નોંધાનીય બાબત એ છે કે, જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયત ભાજપની હોવા છતાં તેમના પ્રશ્ર્નોનું નિરાકરણ આવવા પામ્યું ન હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular