Tuesday, March 11, 2025
Homeરાજ્યહાલારસાસુએ જમવાની ના પાડતા વહુએ એસિડ ગટગટાવ્યું

સાસુએ જમવાની ના પાડતા વહુએ એસિડ ગટગટાવ્યું

- Advertisement -

કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં સાસુએ જમવાની ના પાડયાનું મનમાં લાગી આવતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં રહેતાં મણીબેન વલ્લભભાઈ રાઠોડ (ઉ.વ.65) નામના વૃધ્ધાએ ગત સપ્ટેમ્બર મહિનામાં બપોરના સમયે તેના સાસુ ગૌરીબેનને જમવાનું કહ્યું હતું. પરંતુ સાસુએ ઉપવાસ હોવાથી જમવાની ના પાડી હતી. જે બાબતનું મનમાં લાગી આવતા મણીબેને બાથરૂમમાં પડેલું એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા પ્રથમ જામનગરની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હાલત નાજુક જણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અને ઓપરેશન કરાવ્યા બાદ ફરીથી જી .જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મૃતકના પતિ વલ્લભભાઇ દ્વારા જાણ કરાતા હેકો વાય.પી. ગોહિલ તથા સ્ટાફ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular