કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામમાં રહેતા પ્રૌઢા નદીએ કપડા ધોવા ગયા હતાં તે દરમિયાન અકસ્માતે નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામમાં રહેતાં અને ઘરકામ કરતા શીલાબા બળદેવસિંહ જાડેજા (ઉ.વ.58) નામના પ્રૌઢા બુધવારે બપોરના સમયે ગામના પાદરમાં આવેલી નદીમાં કપડા ધોવા ગયા હતાં. તે દરમિયાન અકસ્માતે નદીના પાણીમાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની મૃતકના પુત્ર પ્રતિપાલસિંહ જાડેજા દ્વારા જાણ કરવામાં આવતા હેકો ડી એસ જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ નદીમાંથી પ્રૌઢાના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.