લાલપુર તાલુકાના ભણગોર ગામના સીમ વિસ્તારમાં ખેતરે આંટો મારવા ગયેલા વૃદ્ધ મોબાઇલમાં વાત કરતાં હતાં તે દરમિયાન આકાશી વીજળી પડતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતાં લખમણભાઈ જેરામભાઈ મેરાણી (ઉ.વ.70) નામના વૃધ્ધ ગત શુક્રવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ગામની સીમમાં આવેલા તેના ખેતરમાં આંટો મારવા ગયા હતાં અને ત્યારે ચાલુ વરસાદે મોબાઇલ પર વાત કરતાં હતાં ત્યારે આકાશી વીજળી પડતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ બેશુધ્ધ થઈ ગયા હતાં. દરમિયાન મોડી રાત સુધી વૃદ્ધ ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે ખેતરમાં બેશુદ્ધ હાલતમાં મળી આવતા તેને લાલપુર અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવ અંગે મૃતકના પુત્ર સંજય દ્વારા જાણ કરાતા હેકો એન.પી. વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા પીએમમાં વૃદ્ધના કાનમાં અને મોબાઇલમાં પણ વીજળી પડયાના ચીન્હો મળી આવ્યા હતાં. પોલીસે પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.