Monday, January 12, 2026
Homeરાજ્યહાલારબેટ દ્વારકામાં બાઇક આડે પશુ ઉતરતા વયોવૃદ્ધ પૂજારીનું મૃત્યુ

બેટ દ્વારકામાં બાઇક આડે પશુ ઉતરતા વયોવૃદ્ધ પૂજારીનું મૃત્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટદ્વારકામાં નીલકંઠ મહાદેવ મંદિરના વૃધ્ધ પૂજારી તેના બાઈક પર હનુમાન દાંડી તરફ જતાં હતાં ત્યારે બાઈક આડે શિયાળ જેવુ પશુ ઉતરતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક પરથી પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, બેટ દ્વારકામાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિર ખાતે રહેતા અને સેવા પૂજા કરતા શિવેેન્દ્રપુરી દ્વારકાપુરી નામના 79 વર્ષના પૂજારી ગઈકાલે બુધવારે સવારના સમયે બેટ દ્વારકાથી હનુમાન દાંડી મંદિર તરફ જતા રસ્તે તેમના જીજે-37-એચ-4534 નંબરના મોટર સાયકલ પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે બેટ દ્વારકામાં ઇલીજીયમ કેમ્પ નજીક તેમની બાઇક આડે રસ્તામાં એકાએક શિયાળ જેવું પશુ આડુ ઉતરતા તેઓ મોટરસાયકલ પરથી પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ બેટ દ્વારકાના યોગેશભાઈ જોશીએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular