ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા ભાયાભાઈ મેસાભાઈ ચાવડા નામના 60 વર્ષના આહિર વૃદ્ધ સાથે વાડીના શેઢા બાબતનું અગાઉનું મન-દુ:ખ રાખી, આ જ ગામના સામત મેરામણભાઈ ચાવડા, પરેશ સામતભાઈ ચાવડા અને માંડણ સામતભાઈ ચાવડા નામના ત્રણ શખ્સોએ લોખંડના પાવડા, લાકડી તથા ખપારી જેવા મારક હથિયારો વડે હુમલો કરી, ફરિયાદી ભાયાભાઈને બેફામ મારતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આટલું જ નહીં, આરોપી શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.