દ્વારકા ગામમાં રેલવે સ્ટેશન પરના વિસ્તારમાં રહેતાં વૃધ્ધાએ તેની બીમારીથી કંટાળીને તેના ઘરે જલદ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતુંં.
આ અંગેની વિગત મુજબ, દ્વારકામાં રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા માલઈબેન વેરશીભા માણેક નામના 65 વર્ષના વૃદ્ધા ડાયાબિટીસ, બીપી સહિતની બીમારીઓથી પીડાતા હોય, તેના કારણે તેમણે ગઈકાલે ગુરુવારે કંટાળીને પોતાના હાથે એસિડ જેવું કોઈ પ્રવાહી પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને આંચકી ઉપડ્યા પછી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રાજાભા વેરશીભા માણેકે દ્વારકા પોલીસને કરી છે.