Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વૃદ્ધનું કેન્સરની બીમારી સબબ મૃત્યુ

જામનગર શહેરમાં વૃદ્ધનું કેન્સરની બીમારી સબબ મૃત્યુ

ઢીંચડા રોડ પર યોગેશ્વરરોડ ઉપર રહેતા મહિલાનું હ્રદય રોગના હુમલા ને કારણે મોત : જુના રેલવે સ્ટેશન પાસે રહેતા પ્રોઢાનું બીમારી સબબ મોત

- Advertisement -

જામનગર શહેરમાં સ્વામીનારાયણનગર માં રહેતા વૃદ્ધનું કેન્સરની બીમારી સબબ મોત નીપજ્યું હતું. જામનગર શહેર માં ઢીંચડા રોડ પર યોગેશ્વરરોડ ઉપર રહેતા મહિલાનું હ્રદય રોગના હુમલા ને કારણે મોત નીપજ્યું હતું. જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે રહેતા પ્રોઢાનું બીમારી સબબ મોત નીપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં સ્વામીનારાયણનગર માં રહેતા દિનેશભાઈ હીરજીભાઈ જેઠવા નામના વૃદ્ધને છેલ્લા બે વર્ષથી ગળાનું કેન્સર હોય શનિવારે તબિયત ખરાબ થતા સારવાર માટે જી.જી.હોસ્પિટલ લઇ જતા તબીબે મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. આ અંગેની નયનભાઈ દ્વારા જાણ કરાતાં હે.કો. જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ શહેર માં ઢીંચડા રોડ પર યોગેશ્વરરોડ ઉપર રહેતા જયાબેન નરેન્દ્રકુમાર ધુલિયા (ઉ.વ. 44) નામના મહિલાને શનિવારે છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેણીનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પતિ નરેન્દ્રકુમાર દ્વારા જાણ કરતાં હેકો. કે.આર.ગોસ્વામી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે રહેતા ચંદ્રિકાબેન ડોડીયા (ઉ.વ. 50) નામના મહિલાને પોતાના ઘરે બીમારી સબબ મોત નીપજ્યું હતું. આ અંગેની વિજયભાઈ દ્વારા જાણ કરતાં હેકો. એચ.આર.પાંડવ. તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular