જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ નજીકનું એક મકાનનો ભાગ ધરાશાયી થતા નિંદ્રાધિન રહેલા વ્યક્તિનું દબાઇ જતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી રંગુનવાલા હોસ્પિટલ પાસેના અકબરશા ચોકમાં રહેતાં આવેલા એક મકાનનો ભાગ આજે સવારે ધરાશાયી થયો હતો. આ બનાવ અંગેની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી અને મકાનનો કાટમાળ ખસેડી દબાયેલા હુશેનભાઈ (ઉ.વ.70) નામના વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતાં ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને ગંભીર હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ફાયરની ટીમે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.